Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

દિલ્હીમાં કોરોનાના નવા 1,163 પોઝિટિવ કેસ : કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 122 થઇ

છેલ્લા 24 કલાકમાં 20 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર: સંક્રમિતની કુલ સંખ્યા 18,549 થઇ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, રાજ્ય સરકાર પણ ચિંચિંત બની છે, દિલ્હીમાં કન્ટેનમેંન્ટ ઝોનની સંખ્યા પણ તેના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.

સરકારી આંકડા પ્રમાણે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 122 પર પહોંચી ગઇ છે, છેલ્લા 24 કલાકમાં 20 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે,

અત્યાર સુધીમાં તે સંખ્યા 120 જેટલી હતી, જે હવે વધીને 122 પર પહોંચી ગઇ છે, એટલે કે માત્ર 24 કલાકમાં જ 20 નવા ઝોન બન્યા છે.

દિલ્હીમાં કોરોના પોઝીટીવનાં કેસમાં ધરખમ વધારો થયો છે. અને તે સંખ્યા 18,549 પર પહોંચી ગઇ છે, શનિવાર સુધીમાં દિલ્હીમાં 416 લોકોનાં મોત થઇ ચુક્યા છે. શનિવારે સૌથી વધું 1,163 નવા કેસ નોંધાયા છે.

(12:10 am IST)