Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દિલ્હીમાં કોરોનાના નવા 1,163 પોઝિટિવ કેસ : કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 122 થઇ

છેલ્લા 24 કલાકમાં 20 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર: સંક્રમિતની કુલ સંખ્યા 18,549 થઇ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, રાજ્ય સરકાર પણ ચિંચિંત બની છે, દિલ્હીમાં કન્ટેનમેંન્ટ ઝોનની સંખ્યા પણ તેના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.

સરકારી આંકડા પ્રમાણે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 122 પર પહોંચી ગઇ છે, છેલ્લા 24 કલાકમાં 20 નવા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે,

અત્યાર સુધીમાં તે સંખ્યા 120 જેટલી હતી, જે હવે વધીને 122 પર પહોંચી ગઇ છે, એટલે કે માત્ર 24 કલાકમાં જ 20 નવા ઝોન બન્યા છે.

દિલ્હીમાં કોરોના પોઝીટીવનાં કેસમાં ધરખમ વધારો થયો છે. અને તે સંખ્યા 18,549 પર પહોંચી ગઇ છે, શનિવાર સુધીમાં દિલ્હીમાં 416 લોકોનાં મોત થઇ ચુક્યા છે. શનિવારે સૌથી વધું 1,163 નવા કેસ નોંધાયા છે.

(12:10 am IST)
  • ભારે પવન સાથે દાંતીવાડા (બનાસકાંઠા) પંથકમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે તેમ મયુર ઠક્કર જણાવે છે access_time 11:57 pm IST

  • ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લામાં તોફાન અને કરાવૃષ્ટિએ ભારે તબાહી મચાવી :13 લોકોના મોત : ચાર લોકોને ગંભીર ઇજા : કન્નોજ જિલ્લાના તિરવા તહસીલમાં ચક્રવાત તોફાનમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને સરકારે ચાર ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી access_time 12:39 am IST

  • સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર જી-૭ શિખર સંમેલન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મુલતવી રાખેલ છે. અમેરિકી મીડિયાના કહેવા પ્રમાણે ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે આ સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા, રશિયા અને દક્ષિણ કોરિયાને પણ તેઓ આમંત્રણ આપવા માગે છે. access_time 1:30 pm IST