Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

હવે પેટ્રોલ અને સીએનજીની પણ હોમ ડિલેવરી થશે : કેન્દ્ર સરકાર આપશે મંજૂરી : મંત્રીએ આપ્યા સંકેત

લોકડાઉનના કારણે માંગમાં ભારે ઘટાડો:ઈંધણની ડિમાન્ડમાં 70 ટકાનું ગાબડું

નવી દિલ્હી : ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તેલ કંપનીઓને પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલેવરી માટે લીલી ઝંડી આપી શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેના સંકેત આપ્યા છે. લોકડાઉનના કારણથી દેશભરમાં લાગેલા પ્રતિબંધને જોતા સરકાર આ પગલું ભરી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાને  કહ્યું કે, ડિઝલની જેમ સરકાર પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલેવરી પણ પ્રોત્સાહન આપવા માંગે છે.
          ન્યૂઝ એજન્સી પીટીઆઈને તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં લોકો ઈંધણની હોમ ડિલેવરી લઈ શકશે. બે વર્ષ પહેલા દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કેટલાક શહેરમાં મોબાઈલ ડિસ્પેન્સર્સ દ્વારા ડિઝલની હોમ ડિલેવરી શરૂ કરી ચુકી છે
            ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું તેલનું ખરીદદાર છે. પરંતુ, લોકડાનના કારણે ડિમાન્ડમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં દેશભરમાં ઈંધણની માંગમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની તુલના સાથે જોઈએ તો, પેટ્રોલની માંગ હજુ પણ માત્ર 47 ટકા જ છે, જ્યારે 35 ટકા ઓછી ડિઝલની ખપત થઈ રહી છે.

(12:00 am IST)