Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

તુર્કીમાં બે મહિના બાદ મસ્જિદો ફરીથી ખૂલી: સેંકડો લોકોએ માસ્ક પહેરીને ઇસ્તંબૂલની ઐતિહાસિક નીલી મસ્જિદ બહાર નમાજ પઢી.

શૉપિંગ મૉલ, સલૂન અને બ્યુટી-પાર્લર ખોલી દેવાયાં: સોમવારથી રેસ્ટોરાં, કાફે, લાઇબ્રેરી, પાર્ક, સમૃદ્રતટ જેવી ઘણી જગ્યાઓ ખોલી દેવાશે

તુર્કીની સરકાર મે મહિનામાં સતત લૉકડાઉનમાં ઢીલ આપી રહી છે અને અહીં શૉપિંગ મૉલ, સલૂન અને બ્યુટી-પાર્લર ખોલી દેવાયાં છે.રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને કહ્યું કે સોમવારથી રેસ્ટોરાં, કાફે, લાઇબ્રેરી, પાર્ક, સમૃદ્રતટ જેવી ઘણી જગ્યાઓ ખોલી દેવાશે.

શુક્રવારે સેંકડો લોકોએ માસ્ક પહેરીને ઇસ્તંબૂલની ઐતિહાસિક નીલી મસ્જિદની બહાર નમાજ પઢી.હતી એવી જ રીતે ઑટોમન સામ્રાજ્યના સમયની ફતિહ મસ્જિદમાં અને બહાર નમાજ પઢવામાં આવી હતી અને નગરપાલિકાએ લોકોને સેનિટાઇઝર આપ્યું હતું.

તુર્કીમાં સત્તાવાર રીતે કોવિડ-19ને કારણે 4,397 લોકોનાં મૃત્યુ થયાં છે.જોકે કેટલાક ડૉક્ટર આશંકા વ્યક્ત કરીને દાવો કરે છે કે સાચો આંકજો બમણો હોઈ શકે છે.

(12:00 am IST)