Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

મેચ્યોરિટી પહેલાં વીમા પોલીસીના સરેન્ડર પર ૩૦ ટકા ટેકસ લાગશે

મેચ્યોરીટી પહેલાં વીમા પોલીસી તોડાવવાથી વીમાદારને મોટું નુકસાન થાય છે

નવી દિલ્હી તા. ૩૧ :.. મેચ્યોરીટી પહેલાં વીમા પોલીસી સરેન્ડર કરીને એનકેશ કરાવવાથી ૩૦ ટકા ટેકસ ચૂકવવો પડે છે. જો તમારે અચાનક કોઇ કારણથી નાણાની જરૂર હોય અને તમે જો વિમા પોલીસી મેચ્યોરીટી પહેલાં તોડાવો તો ૩૦ ટકા ટેકસ લાગે છે.જો તમે ર૦૧૦ થી ર૦૧૪ સુધી ટોટલ પ્રીમિયમ રૂ. ૧પ લાખ ચુકવ્યું હોય અને દર વર્ષે ત્રણ લાખ રૂપિયા પ્રીમીયમ પેટે ચુકવતા હોય તો જમા થયેલ રકમની ટોટલ વેલ્યુ ર૭.૪૦ લાખ થાય. આ પોલીસી ર૦૧૯ માં મેચ્યોર થવાની છે, પરંતુ જો તમે મેચ્યોરીટી  પહેલાં આજે આ પોલીસી સરેન્ડર કરીને એનકેશ કરાવો તો તમારી જમા થયેલી રૂ. ર૭.૪૦ લાખની રકમ પર રૂ. ૮.૮ર લાખ ટેકસ પેટે કપાઇ જશે. આથી મેચ્યોરીટી પહેલાં વીમા પોલીસી સરેન્ડર કરવાથી મોટું નુકશાન થાય છે. જો તમે મેચ્યોરીટી સુધી રાહ જુઓ તો ત્યારબાદ તમે ૧/૩ રકમ કોઇ પણ જાતના ટેકસ વગર ઉપાડી શકો છો. બાકીની રકમ તમને એન્યુઇટી એટલે કે પેન્શન તરીકે દર મહિને મળતી રહેશે.

(4:03 pm IST)