Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

સરકાર કોઇપણ રામ વિલાસ પાસવાન મંત્રી બને છે : ૬ પીએમ સાથે કામ કર્યુ છે

નવીદિલ્હી,તા.૩૧: રાજનૈતિક માહોલને સારી રીતે સંભાળવામાં મહિર એવા લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાનનું નામ છ જેટલા પ્રધાનમંત્રીઓ સાથે કેબિનેટમાં મંત્રી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ છે. પાસવાને ગઇકાલે મોદી-૨માં  કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. પાસવાન(૭૨)ની રાજનૈતિક સફરની શરૂઆત ૧૯૬૦માં બિહાર વિધાનસભાના સભ્ય તરીકે થઇ હતી અને ૧૯૭૭માં લોકસભા ચૂંટણીથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે તેમણે હાજીપુર સીટ પર ચાર લાખ જેટલા રેકોર્ડ મતોથી વિજય મેળવ્યો હતો.

૧૯૮૯માં વિજય બાગ તેમણે વીપી સિંહના કેબિનેટમાં પહેલી વાર તેઓ મંત્રી તરીકે જોડાયા હતા. એક દશમાંજ તેઓ એચડી દેવગૌડા અને આઇ. કે ગુજરાલની સરકારોમાં તે રેલમંત્રી બન્યા હતા. ૧૯૯૦ના દશકમાં જનતાદળ સાથે પાસવાને જોડાણ કર્યું હતું. તેમણે ભાજપની સમકક્ષ પાર્ટી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનઃ રાજગઃ નો સાથ આપ્યો અને તેઓ સંચાર મંત્રી બન્યા હતા અને પછી તેઓ અટલજીના નેતૃત્વમાં બનેલી સરકારમાં તેઓ કોસલા મંત્રી બન્યા હતા. બાબુ જગજીવન રામ મંદિર બાગ બિહારમાં દલિત નેતા તરીકે ઓળખ બનાવી હતી. અને આગળ વધીને તેમણે પોતાની લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી.

તેમણે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા દંગાઓ બાદ વિરોધમાં તેઓ રાજગ સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. બે વર્ષમાં જ સત્તા પર આવનારી મનમોહન સિંહની સરકારમાં તેઓ રસાયણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર થઇ અને તેમને મંત્રી પદ ન મળ્યું. પાસાવાન તેમના ગઢ હાજીપુરમાં જ હાર્યા હતા.

૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં પહેલા ભાજપે મુખ્યમંત્રી નીતીશ કુમારની જદયુનો સાથ નહિ આપતા તેમનું જોડાણ ફરીવાર ભાજપમાં થયું અને બિહારમાં લડવા માટે તેમની પાર્ટીને સાત સીટો આપવામાં આવી હતી. લોજપ ૬ સીટો પર વિજયી થઇ હતી. પસાવાન તેમને દિકરો ચિરાગ અને ભાઇ રામચંદ્રનો પણ વિજય થયો હતો.

(3:41 pm IST)