Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના નામની ચર્ચા

નવી દિલ્હી, તા.૩૧: નરેન્દ્રભાઇ મોદી ગઇ કાલે સાંજે સાત વાગ્યે વડા પ્રધાનપદની શપથ લીધી ત્યારે એ વાતની ખાતરી પણ થઇ ચૂકી છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ મોદી કેબિનેટમાં પોતાની  જગ્યા બનાવી ચૂકયા છે. હવે બીજેપી અધ્યક્ષમાં અમિત શાહની જગ્યા કોને મળશે એ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.

તો આ તરફ જિતુ વાઘાણીએ તો અમિત શાહને શુભકામનાઓ પણ પાઠવી દીધી છે. જેનાથી એ વાત નકકી થઇ ગઇ કે અમિત શાહને કોઇ પદ આપવામાં આવ્યું છે માટે હવે અમિત શાહને જેપી નડ્ડાનું નામ અને ભૂપેન્દ્ર યાદવનું નામ સૌથી આગળ લેવામાં આવી રહ્યું છે.

કોણ છે જેપી નડ્ડા?

જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવી રહ્યા છે. નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂકયા છે. ૧૯૯૩માં નડ્ડાનો રાજનીતિમાં સમાવેશ થયો હતો. ૧૯૯૮થી ૨૦૦૩માં તેઓ હિમાચલના સ્વાસ્થ્ય પ્રધાન રહી ચૂકયા છે. ૨૦૧૨માં તેમને રાજયસભા માટે નકકી કરવામાં આવ્યા હતા. નડ્ડાએ નીતિન ગડકરી અને અમિત શાહ સાથે ૧૯૯૧-૯૪માં કામ કર્યુ છે. તો ૨૦૧૪માં પણ નડ્ડાનું નામ બીજેપી અધ્યક્ષપદ માટે સામે આવ્યું હતું. જોકે ત્યારે અમિત શાહે આ પદ સંભાળ્યું હતું.

કોણ છે ભૂપેન્દ્ર યાદવ?

ભૂપેન્દ્ર યાદવ પણ બીજેપી સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકયા છે. હાલમાં યાદવ રાજસ્થાનના સાંસદ સાથે-સાથે યાદવ સંગઠનમાં રાષ્ટ્રીય મહાસચિવ પદની પણ જવાબદારી નિભાવે છે. એ સાથે બિહારની દોર પણ તેમના હાથમાં છે. આ નેતા સૌથી પહેલાં અરૂણ જેટલીને મળ્યા હતા. રામ મંદિર સાથે જોડાયેલી બાબતોને સંભાળવા માટે આ નેતાને નિમવામાં આવ્યા હતા.

(11:39 am IST)