Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લલિત મોદી અને એન શ્રીનિવાસન સહિત BCCI પર ફેમાના ઉલ્લંઘન બદલ 121 કરોડનો દંડ

2009માં બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકામાં નાણાકિય લેણદેણ માટે આરબીઆઈ અને આવકવેરા વિભાગની મંજૂરી વિના ફોરેન કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યાનો આરોપ

નવી દિલ્હીઃ આઈપીએલ 2009માં વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) કાયદાનો ભંગ કરવા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ બીસીસીઆઈ અને પૂર્વ અધિકારીઓ પર 121 કરોડને દંડ ફટકાર્યો છે. ઈડીએ બીસીસીઆઈ, એન. શ્રીનિવાસન, લલિત મોદી, એમપી વંડોવે અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરને ફેમાના નિયમના ભંગમાં દોષી માનવા કરોડોનો દંડ ફટકાર્યો છે. 

  ઈડીએ બીસીસીઆઈ પર 82.66 કરોડ, એન. શ્રીનિવાસન પર 11.53 કરોડ, લલિત મોદી પર 10.65 કરોડ, એમપી પંડોવે પર 9.72 કરોડ અને સ્ટેટ બેન્ક અને ત્રાવણકોર પર 7 કરોડને દંડ ફટકાર્યો છે.

  આ મામલો 2009માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે જોડાયેલો છે. આઈપીએલની આ બીજી સિઝન હતી જેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈ પર આરોપ છે કે તેણે દક્ષિણ આફ્રિકામાં નાણાકિય લેણ-દેણ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને આવકવેરા વિભાગની મંજૂરી લીધા વગર ફોરેન કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને સીધી પૈસાની લેવડ-દેવડ કરી હતી. તે માટે બીસીસીઆઈ અને તેના અધિકારીઓ તથા સંબંધિક બેન્કની વિરુદ્ધ ફેમાના નિયમોનો ભંગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

(11:36 pm IST)