Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

તોફાની બેટીંગથી આઇપીઅેલ મેચમાં મનોરંજન કરાવનાર ક્રિસ ગેલ અમિતાભ બચ્ચનના સુપરહિટ સોંગ ચુમ્મા ચુમ્મા દે દે... પર ધમાલ મચાવી

નવી દિલ્હીઃ આઇપીઅેલ ક્રિકેટ મેચ બાદ ક્રિકેટર ક્રિસ ગેલ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો અને તેણે અમિતાભ બચ્ચનની ફિલ્મના ગીત ઉપર ધમાલ મચાવી હતી.

યુનિવર્સ બોસ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ક્રિસ ગેલ પોતાની તોફાની બેટીંગ માટે વિખ્યાત છે. જોકે હાલમાં તે પોતાની મસ્તીને લઇને ભારતીય મીડિયામાં છવાયેલો રહે છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલ આઇપીએલમાં ક્રિકેટ શોખીનોને તોફાની બેટીંગથી મનોરંજન કરાવનાર ક્રિસ ગેલ હાલમાં પોતાના ફેનને ક્રિકેટના મેદાનની બહાર મનોરંજન કરાવી રહ્યો છે.

આઇપીએલ બાદ યોજાયેલા એક સ્પોર્ટ્સ એવોર્ડ ફંકશનમાં પાઘડી પહેરી પંજાબી લૂક અપનાવતાં સૌ કોઇ દંગ રહી ગયા હતા. એટલું જ નહીં ક્રિસ ગેલે પંજાબી ડાન્સ કરી સૌને ચોંકાવ્યા હતા. આ સંજોગોમાં ક્રિસ ગેલ વધુ એકવાર ચર્ચામાં છે. ક્રિસ ગેલે બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનના પેંગડામાં પગ નાંખ્યો છે. એવોર્ડ ફંકશનમાં ક્રિસ ગેલે પંજાબી લૂકમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ હમના સુપરહીટ સોન્ગ જુમ્મા ચુમ્મા દે દે તર્જ પર ડાન્સ કરતાં સૌ કોઇ ઝુમી ઉઠ્યા હતા.

આ સાથે આ ફંકશનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ક્રિસ ગેલ, શિખર ધવન અને રોહિત શર્મા સાથે ભાંગડા કરી રહ્યો છે.

(6:15 pm IST)