Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ માત્ર ૪ સીટ બચાવવામાં સફળ રહ્યુંઃ મોદી લહેર ઓસરી ?

નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકારૂપ સાબિત થયા છે.

દેશના 11 રાજ્યમાં ચાર લોકસભા અને દસ વિધાનસભા સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે. થોડા સમય પહેલા જ અમિતભાઇ શાહે કહ્યું હતું કે રાજ્ય ચૂંટણી જીતવાથી મોટું નથી, પેટાચૂંટણીમાં હારવું, પરંતુ હકીકતમાં વાત કરીએ તો પેટાચૂંટણીના પરિણામ સત્તાધારી પાર્ટી માટે ખાસ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ પરિણામની સરખામણી આવનારી લોકસભાની ચૂંટણી સાથે તેની સરખામણી કરવામાં આવી રહી છે.

2014થી જે 23 સીટ પર લોકસભાની પેટાચૂંટણી યોજાઇ, તેમાંથી 10 સીટ પર પહેલાથી જ ભાજપનો કબજો હતો, આ દરમિયાન ભાજપને એક પણ સીટ પર જીત મળી નથી, જ્યારે 6 સીટ પર હારનો સામનો કરવો પડ્યો છે, ભાજપ માત્ર ચાર સીટ બચાવવામાં સફળ રહ્યું છે. જેમાંથી બે સીટ પર ભાજપે 2014માં જીત મેળવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીને ઐતિહાસિક જનાદેશ મળ્યો હતો. વર્ષ 2015,2017 અને 2018માં ભાજપને એક પણ લોકસભા પેટાચૂંટણીમાં જીત નથી મળી.

આ વર્ષે માર્ચમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિસ્તાર ગોરખપુર અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની અલાહબાદ ફુલપુર સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. બિહારના અરરિયામાં લોકસભાની પેટાચૂંટણીમાં પણ હાર મળી, આ સીટ પર આરજેડીનો ગઢ માનવામાં આવે છે. 2014ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ છેલ્લા ચાર વર્ષમાં ભાજપના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે, ભાજપને 2014થી લઇને માર્ચ 2018 વચ્ચે 23 લોકસભા પેટાચૂંટણીમાં માત્ર 4 સીટ મળી છે.

2014 બાદથી લઇને અત્યારસુધી કોંગ્રેસને પેટાચૂંટણીમાં 5 લોકસભા સીટ મળી છે, આ પાંચ સીટમાંથી કોંગ્રેસે અમૃતસર લોકસભા સીટને જાળવી રાખી અને બાકી ભાજપની ચાર સીટ પર નજર છે, છેલ્લા ચાર વર્ષમાં કોઇ પણ પાર્ટીની સરખામણીમાં લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ સીટ પર જીત મળી છે, આ બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસનો વારો આવ્યો છે. આ બે પક્ષોએ પાછલા ચાર વર્ષમાં પેટાચૂંટણીમાં ચાર-ચાર સીટ પર જીત મેળવી છે.

(5:48 pm IST)