Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મહારાષ્‍ટ્રની પલૂસ - કડેગાસ વિધાનસભા સીટ પર માત્ર ૧૫ મિનિટમાં કોંગ્રેસે મેળવી જીત

આ સીટ વિશ્વકજીતના પિતા અને કોંગ્રેસ નેતા પતંગરાવ કદમના નિધનથી ખાલી પડી હતી

મુંબઇ તા. ૩૧ : મહારાષ્ટ્રની પલૂસ-કડેગામ વિધાનસભા સીટ પર થયેલી પેટાચુંટણીમાં કોંગ્રેસના વિશ્વકજીત કદમે બિનહરીફ જીત હાંસલ કરી લીધી છે. આ સીટ વિશ્વકજીતના પિતા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પતંગરાવ કદમના નિધનથી ખાલી પડી હતી. આ વિધાનસભાની સીટ પર માત્ર ૧૫ મિનિટમાં પરિણામ આવ્‍યું હતું.

અહીંની સીટ પર અગાઉ બીજેપીએ કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમ વિરુદ્ધ સંગ્રામ સિંહ દેશમુખને ઉતાર્યા હતા, પરંતુ છેલ્લી વખત તેમનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.તમને જણાવી દઈએ કે, આ સીટ પર એનસીપી અને શિવસેનાના પતંગરાવને શ્રદ્ધાંજલિના રૂપમાં વિશ્વજીત કદમને સમર્થન આપ્‍યું હતું. બાદમાં બીજેપી નેતા ભડકી ઉઠ્‍યા હતા. ત્‍યારબાદ પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટિલે બીજેપી નેતાઓએ આ સીટ પર ઉમેદવાર ઉભો ન રાખવાની વાત જણાવી હતી.તેના પછી મહારાષ્ટ્રના રાજસ્‍વ મંત્રી ચંદ્રકાંત પાટિલે બીજેપી નેતાઓ સાથે ચર્ચા કરી સંગ્રામ સિંહ દેશમુખનું નામ પાછું ખેંચાવી લીધું હતું.રાજનૈતિક જાણકારોનું માનીએ તો બીજેપીએ આ કદમ શિવસેનાના દબાણ હેઠળ ઉઠાવ્‍યું હતું. જો કે, સાંસદ સંજય રાઉતે પતંગરાવને શ્રદ્ધાંજલિના રૂપમાં વિશ્વજીત કદમને સમર્થન આપવાની જાહેરાત કરી હતી, જયારે એનસીપીએ પણ સમર્થન આપ્‍યું હતું. તમને જણાવી દઈએ કે, રાઉતે કહ્યું હતું કે, પતંગરાવ કદમ સહકારિતા, સમાજ અને શિક્ષાના ક્ષેત્રમાં મોટા નેતા હતા.

 

(4:33 pm IST)