Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

બેંકોના NPA ખોટ માટે કર્મચારીઓ જવાબદાર નથીઃ પગાર ખર્ચ ર૦૧રમાં ૧૩.૭ર ટકા હતોઃ ર૦૧૭ માં થયો ૧૦.૮૧ ટકા

પાડાના વાંકે પખાલીને ડામ શા માટે? બેંક યુનિયનનો સવાલ : ર ટકા પગાર વધારાની ઓફર મશ્કરી સમાનઃ કે.પી.અંતાણી

રાજકોટ, તા., ૩૧: ભારતના ૧૦ લાખ બેંક કર્મચારીઓએ તા.૩૦ અને ૩૧ મેના રોજ સજ્જડ હડતાલ પર રહી એકતાનું પ્રદર્શન કરેલ છે. હડતાલ આઇબીએ અને સરકારની કર્મચારીઓની માંગણી પ્રત્યે જે ઢીલી નીતી છે તેની સામેનો આક્રોશ છે. બેંક કર્મચારી અધિકારીઓનો પગાર નવે. ર૦૧રની અસરથી તા.ર-પ-૧પના રોજ થયેલ સમાધાનથી થયેલ ત્યાર પછી બેંકોનો ગ્રોસ પ્રોફીટ વધતો ગયો છે. બેંકોનો વ્યાપારનો વ્યાપ વધતો ગયો છે અને કર્મચારી દીઠ કામનું ભારણ પણ વધતું ગયું છે અને બેંકની બિન ઉત્પાદક અકસ્યામત પણ વધતી ગયેલ છે. આઇબીએએ ર ટકા પગાર વધારાનું સુચન કરેલ અને અધિકારીઓમાં સ્કેલ ૩ સુધી વાટાઘાટ કરવાનું જણાવેલ તેમ ગુજરાત બેંક વકર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણી જણાવે છે.

તા.ર૮-પના રોજ ચીફ લેબર કમીશ્નર સાથેની મીટીંગમાં પણ લેબર કમીશ્નરે આઇબીએને સુચન કરેલ કે ર ટકાનો પ્રસ્તાવ વ્યાજબી નથી. વાટાઘાટ થઇ શકે તેવો પ્રસ્તાવ કરવો જોઇએ અને અત્યાર સુધી ૧૦ સમાધાન સુધી સ્કેલ ૭ સુધી અધિકારીઓ માટે સમાધાન કરેલ છે તો આ વખતે પણ તે પ્રથા ચાલુ રાખી અને વાટાઘાટ કરવી જોઇએ. આઇબીએ અને સરકારે સુચનનો અસ્વીકાર કરેલ. બેંકોનો ગ્રોસ પ્રોફીટ ર૦૧૩ થી ર૦૧૭ સુધીમાં કુલ ૬.૮પ કરોડ થયેલ છે તેની સામે ચોખ્ખો નફો રૂ. ૯પ,પ૬૧ હજાર થયેલ એટલે કે એનપીએ સામેની જોગવાઇમાં રૂ. ૪.૯પ હજાર કરોડ કરેલ. આ એનપીએ ઉભી થયેલ છે તે માટે કર્મચારીઓ કે નાના અધિકારીઓ જવાબદાર નથી. ફકત ઉચ્ચ અધિકારીઓ અને સરકારની નીતી જવાબદાર છે.

બેંકોનો કુલ વ્યાપાર ર૦૧૪ માં રૂ. ૮પ લાખ કરોડ હતો. જે ૩૧-૩-૧૭ના રોજ રૂ. ૧,૮૭,૦૦૦ કરોડ થયો. આ સમય દરમ્યાન બેંકોની રર૦૦૦ નવી શાખાઓ ખુલી છે. કર્મચારી દીઠ ૩૧-૩-૧ર ના રોજ કુલ ધંધો ૧૮૭૮ લાખ કરોડ હતો તે ૩૧-૩-૧૬ના રોજ ર૭.૩૦ લાખ કરોડ થયેલ છે. કર્મચારી દીઠ પગાર ખર્ચ ર૦૧રમાં કુલ ખર્ચના ૧૩.૭ર ટકા હતો. જે ૩૧-૩-૧૭ના રોજ ૧૦.૮૧ ટકા થયો. આમ કર્મચારીના પગાર દીઠ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. મોંઘવારી સમય દરમ્યાન લગભગ ૩૩ ટકા વધેલ છે.

કર્મચારીઓની માંગણી પ્રત્યે ફકત ર ટકાના પગાર વધારાની ઓફર એ કર્મચારીઓની મશ્કરી સમાન છે. ભારતની રાષ્ટ્રીયકૃત-ખાનગી અને વિદેશી બેંકો જે ૪ર બેંકો સમાધાનમાં સામેલ છે તેના ૧૦ લાખ કર્મચારીઓ/અધિકારીઓએ હડતાલ પાડેલ છે. ગુજરાતમાં રપ હજાર કર્મચારીઓ હડતાલ પર હતા. સૌરાષ્ટ્રમાં ૭ હજાર કર્મચારીઓએ હડતાલ પાડેલ છે. બે દિવસમાં લગભગ ૧પ હજાર કરોડનું કલીયરીંગ ઠપ્પ થયેલ હશે. જો સરકાર અને આઇબીએ પગાર વધારો માટે વાસ્તવિક સુચન નહી કરે તો બેન્ક કર્મચારી-અધિકારીઓનું બનેલ યુએફબીયુ વધારે જલદ આંદોલનનો રાહ લેશે તેમ યાદીના અંતે જણાવ્યું છે.

(4:06 pm IST)