Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મુકેશ અંબાણીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રિલાયન્સ jioના ટાવરનો મામલોઃ મોહાલી કોર્ટનો આદેશ

મોહાલી  તા. ૩૧ : પંજાબની મોહાલી કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને અદાલતમાં હાજર થવાનો આદેશ આપ્યો છે તેમની સાથે રિલાયન્સ કંપનીના ડાયરેકટર સંજય  મશરૂવાલા ને પણ કોર્ટમાં હાજર થવા ફરમાન થયું છે. મામલો એક મોબાઇલ ટાવર લગાવવા અંગેનો છે. જાણવા મળે છે કે અંબાણીના વકીલ આજે હાજર રહેવામાંથી મુકિતની અરજી દાખલ કરશે.

જીલ્લા અદાલતે મોહાલી  ના સેકટર ૭૧ના રહીશ ગુરદેવસિંહ સૈની તરફથી દાખલ થયેલ અરજીની સુનાવણી દરમ્યાન મુકેશ અંબાણી અને રિલાયન્સના ડાયરેકટર મશરૂવાલાને હાજર થવા ફરમાન કર્યુ છે.

ગુરદેવ સિંહે મોહાલીમાં લાગેલા (સેકટર-૭૧) ના મોબાઇલ ટાવરને હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી ૬માસ પૂર્વે થયેલી અરજીમાં અંબાણી - મશરૂવાલાને પણ પક્ષકાર બનાવાયા છે.

૨ માસ પૂર્વે રિલાયન્સના વકીલે કોર્ટને પત્ર લખી અંબાણીને આ કેસમાંથી હટાવવાની માંગ કરી હતી.

જે કોર્ટે નકારી કાઢી હતી.

(3:12 pm IST)