Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

‘વિરે દી વેડીંગ' પાકિસ્‍તાનમાં પ્રતિબંધઃ અશ્‍લીલ દ્રશ્‍યો હોવાનો આરોપ

સેન્‍સર બોર્ડે એકમત થી ફિલ્‍મ પર પ્રતિબંધ નો નિર્ણય કર્યો

નવી દિલ્‍હી તા.૩૧: બોલીવુડ ફિલ્‍મ ‘વીરે દી વેડીંગ' ને પાકિસ્‍તાનમાં રિલીઝ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્‍તાની મીડીયાના જણાવ્‍યા મુજબ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સેન્‍સર્સએ ફિલ્‍મને અશોભનીય ભાષા અને આપતિજનક યોૈન સંવાદોના લીધે પ્રતિબંધ લગાવી દીધો છે. આ ફિલ્‍મ પાકિસ્‍તાન સહિત સમગ્ર  વિશ્વમાં ૧ જુને રિલીઝ થશે.

અહેવાલમાં જણાવ્‍યા મુજબ બોર્ડે એકમતથી ફિલ્‍મ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે. સુત્રોના જણાવ્‍યા મુજબ જયારે ફિલ્‍મના ડિસ્‍ટ્રીબ્‍યુટર્સ ફિલ્‍મના કન્‍ટેન્‍ટ જોયાતો તેઓએ ફિલ્‍મ રિલીઝ કરવાની પોતાની અરજી પાછી ખેચી લીધી.

શર્શાક ઘોષ દ્વારા નિર્દેર્શીત ફિલ્‍મમાં કરીના કપૂરખાન સોનમકપૂર અને શિખા તલસાનિયા જેવા બોલીવુડ એકટ્રેસે પ્રમુખ ભુમિકા માં છે. કરીનાના જણાવ્‍યા મુજબ તે એક પ્રગતિશીલ ફિલ્‍મ છે. વીરે દી વેડીંગ' ના પ્રચાર દરમ્‍યાન કરીનાએ કહયું કે લોકોએ ટ્રેલરની સરાહના કરી છે કારણકે ફિલ્‍મની ભાષા સાવ અલગ છે અને પ્રગતિશીલ ફિલ્‍મ છે.

(2:54 pm IST)