Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સિમલામા પોલીસ રક્ષણ હેઠળ પીવાના પાણીનું વિતરણ

પાણીની બોટલોનો ધંધો ધમધોકાર :હોટલ બુકીંગ કેન્સલ થયા;ઇન્ટરનેશનલ સમર ફેસ્ટિવલ કેન્સલ

હિલ સ્ટેશન સિમલામાં પીવાના પાણીની કારમી તંગી વચ્ચે સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા પીવાના પાણીનું વિતરણ પાલીસ રક્ષણ હેઠળ કરવું પડે છે  પાણી વિતરણ સમયે કોઇ પણ પ્રકારનાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે સિમલા કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લેવામાં આવી છે.  હિલ સ્ટેશન સિમલનાં વિવિધ વિસ્તારોમાં 70થી વધુ પોલીસકર્મીઓને ગોઠવવામાં આવ્યા છે જ્યાં પાણીની કારમી તંગી છે અને સ્થાનિક તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવે છે.


   મિનરલ વોટર સપ્લાય કરતા વેપારીએ જણાવ્યું કે, પાણીની અછતને કારણે પાણીની બોટલોનાં વેપારમાં 60 ટકા જેટલો વધારો થયો છે. હિમાલચ પ્રદેશમાં આવેલા હિલ સ્ટેશન સિમલામાં પાણીની તંગીને કારણે પ્રવાસીઓએ તેમની બુંકીગ રદ કર્યા છે અને સ્થાનિક ઇકોનોમીને મોટો માર પડી રહ્યો છે.
  આ દરમિયાન, હિમાચલ પ્રદેશની હાઇકોર્ટે સિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યા હતા કે, ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવું નહીં. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે, કાર ધોવા માટે અને બિલ્ડીંગ ચણતર માટે પાણી સપ્લાય કરવું નહીં.
પાણીની તંગી મામલે કોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરી છે. પાણીની તંગીને કારણે સિમલા વહીવટીતંત્ર દ્વારા ઇન્ટરનેશનલ સિમલા સમર ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો છે.

(12:59 pm IST)