Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

યુપી પેટાચુંટણી જંગ : ભાજપને સણસણતો તમાચો

ન મોદી લહેર ચાલી કે ન ચાલ્યો યોગીનો જાદુ : ભાજપનો ભૂંડો પરાજય : ૨૦૧૯ માટે ખતરાની ઘંટડી : કૈરાના લોકસભા બેઠક પરથી RLDનો વિજય : નુરપુર બેઠક સપાએ છીનવી : મહાગઠબંધન સામે ભાજપની હવા નીકળી ગઇ

લખનૌ તા. ૩૧ : ઉત્તરપ્રદેશની કૈરાના સંસદીય અને નુરપુર વિધાનસભા સીટ પર ૨૮ મેના રોજ થયેલી પેટાચુંટણીના પરિણામોએ ફરી રાજ્યની સત્તાધારી ભાજપ અને સરકારના મુખ્ય યોગી આદિત્યનાથના આબરૂના ચીંથરેહાલ કર્યા છે. બંને સીટો પર ભાજપનો ભુંડો પરાજય થયો છે. બંને સીટો ભાજપ પાસેથી વિપક્ષી રાલોદ અને સપાએ છિનવી લીધી છે.

કૈરાના સંસદીય સીટ પર રાષ્ટ્રીય લોક દળ (રાલોદ)ના ઉમેદવાર તંબસ્સુમ હસન ભાજપના ઉમેદવાર મૃગાંકાસિંહથી સતત આગળ રહ્યા હતા અને ત્યારબાદ ચીત્ર સ્પષ્ટ થતાં જ કૈરાના બેઠક પર કમળ કરમાઇ ગયું હતું અને ભાજપના ઉમેદવારની હાર થઇ હતી. કૈરાના બેઠક પર સમગ્ર દેશની નજર ટકેલી હતી. કૈરાના બેઠક પર ભાજપને હરાવવા માટે વિપક્ષે આરએલડી ઉતાર્યા હતા તેથી કૈરાના બેઠક પર આરએલડીના ઉમેદવારની જીત થઇ છે.

તેમજ યુપીની બીજી બેઠક નુરપુર વિધાનસભા સીટ પર સપાના નઇમ ઉલ હસનના ભાજપ ઉમેદવાર અવનિસિંહને હરાવી દિધા છે. નઇમુલ હસનની ૬૨૧૧ મતોથી જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે બંને સીટો પર અગાઉ ભાજપનો કબ્જો હતો.

અગાઉ ગોરખપુર અને ફુલપુર સંસદીય સીટો પર થયેલી પેટાચુંટણીમાં પણ ભાજપનો ધડો લાડવો થયો હતો. તેનાથી શીખ મેળવીને ભાજપે પોતાના પક્ષના અંદાજે દોઢ ડઝન જાટ વિધાયકોને પણ મતદારોને લુભાવવા માટે ઉતાર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં જઇને ગન્ના અને જીન્નાની વાત કહીને ધ્રુવીકરણના પ્રયત્નો કર્યા હતા. મતદાનના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતો અને ગરીબોને લુભાવવા માટે જાતિય - ધાર્મિક ગોલબંધીની જગ્યાએ વિકાસ માટે ચુંટણીનો પાસો ફેંકયો હતો પરંતુ તેની અસર જોવા મળી નથી.

ઉલ્લેખનીય છે કે, કૈરાના સંસદીય ક્ષેત્રમાં મતદાતાઓની સંખ્યા અંદાજે ૧૭ લાખ છે તેમાં અલ્પસંખ્યક મતદારોની સંખ્યા સાડા ત્રણ લાખ છે. આ ઉપરાંત જાટ, સૈની, પ્રજાપતિ, કશ્યમ વગેરે દલિત મતદારો અંદાજે ચાર લાખ છે. દલિત મતદાતાઓની સંખ્યા પણ દોઢ લાખ છે. તેના લીધે વિપક્ષી એકતા (સપા, બસપા, રાલોદ અને કોંગ્રેસના ગઠબંધન)ના રાજકીય સમીકરણ અને આ મતદારોના ધ્રુવીકરણ પહેલા જ એ વાતના સંકેત મળી ચુકયા હતા કે કૈરાનાથી સંસદ પહોંચવું એ મૃગાંકાસિંહ માટે સરળ રહેશે નહિ.

વિધાનસભા

કુલ બેઠક ૧૧

જાહેર બેઠકો ૧૧

ભાજપ + અન્ય ૧

કોંગ્રેસ + અન્ય ૮

અન્ય             ર

લોકસભા

કુલ બેઠક ૪

જાહેર બેઠકો ૪

ભાજપ + અન્ય ર

કોંગ્રેસ + અન્ય ર

(3:12 pm IST)
  • અમદાવાદ બીટકોઈન કેસમાં શૈલેષ ભટ્ટના સાગરીતોની ધરપકડ : જીજ્ઞેશ મોરડીયા સહિત ૪ની ધરપકડ : સીઆઈડી ક્રાઈમ મુદ્દામાલના નિકાલ માટે કાર્યવાહી કરશે : જીજ્ઞેશ પાસેથી ૮ કિલો સોનુ જપ્ત કર્યુ : જીજ્ઞેશના ભાગે ૫૦૩ બીટકોઇન આવેલ : આ બીટકોઈન વેચી તમામ રૂપિયા વ્યાજમાં લગાડ્યા'તા access_time 5:34 pm IST

  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST