Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે માઠા દિવસોઃ સ્‍ટીલ થયું મોંઘુઃ ૩૫ ટકા ભાવવધારો : મકાનોની કિંમત વધશે

૮ મહિનામાં સ્‍ટીલ રૂા. ૧૩૮૦૦ મોંઘુ થયું

મુંબઇ તા. ૩૧ : રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં ફરી એક વખત માઠા દિવસો શરૂ થયા છે. ૨૦૦૪ પછી અર્થાત ૧૪ વર્ષ પછી પહેલીવખત સ્‍ટીલના ભાવમાં અધધ..૩૫ ટકાનો વધારો થયો છે. વેપારીઓ તો કહે છે કે, નોટબંધી પછી ૧૦૦ ટકાનો વધારો થયો છે. એક સ્‍કેવર ફૂટ બાંધકામમાં ૪ કિલો સ્‍ટીલ વપરાય. આ ગણતરી મુજબ કન્‍સ્‍ટ્રક્‍શન કોસ્‍ટમાં પ્રતિ સ્‍કેવર ફૂટ ૧૦૦ થી ૧૨૫ રૂા.નો વધારો થઈ શકે. જેથી એક હજાર સ્‍કેવર ફૂટના મકાનની કિંમતમાં સીધો એક લાખ થી સવા લાખ વધારો થશે.

ભારતમાં મોટા પાયે ચીન દ્વારા સ્‍ટીલનું એક્‍સપોર્ટ થતું હતું. પણ છેલ્લા ઘણા સમયથી ચીને એક્‍સપોર્ટ બંધ કરી દીધુ છે. જેને પગલે સ્‍થાનિક કક્ષાના મોટા પ્‍લેયરો પાસે સ્‍ટીલની ડિમાન્‍ડ વધી છે. દેશની મોટી કંપનીઓ પાસે પૂરતો માલ નથી અને રી રોલિંગ કરનારા વેપારીઓની વધુ ક્ષમતામાં સ્‍ટીલ ઉત્‍પાદન કરવાની ક્ષમતા નથી. અમદાવાદ સહિત દેશભરમાં અર્ફોડેબલ હાઉસિંગ સહિત રોડ, બ્રિજ પ્રોજેકટ મોટી સંખ્‍યામાં ચાલી રહ્યાં હોવાના કારણે સ્‍ટીલની ડિમાન્‍ડ પણ ખૂબ વધી છે આના કારણે તેમાં અધધ...ભાવ વધારો થયો છે. ભાવ વધારાના કારણે બિલ્‍ડરો ચાલુ પ્રોજેકટ કે જેમાં પઝેશન આપવાના છે તે માંડ પૂરા કરી રહ્યાં છે અને નવા પ્રોજેકટ અમલી બનાવવા સામે પૂર્ણવિરામ મૂકાયું હોવાનું ગાહેડ પ્રમુખ આશિષ પટેલનું કહેવું છે.

૮ એમએમથી માંડી ૧૦, ૧૨, ૧૬, ૨૦, ૨૫ અને ૩૨ એમએમ સ્‍ટીલના ભાવ જુદા જુદા હોય છે. દરેકમાં ભાવ વધારો થયો છે. આઠ એમએમના ભાવ આઠ મહિનામાં રૂા.૧૩૬૦૦ જેટલા વધ્‍યા છે.

અત્‍યારસુધી ચીન દ્વારા ભારતમાં ચીનનું એક્‍સપોર્ટ કરાતુ હતુ. હવે ચીને ત્‍યાંના વેપારીઓને તેમની જરૂરિયાત પૂરતુ જ ઉત્‍પાદન કરવાનો આદેશ આપ્‍યો છે. પરિણામે એક્‍સપોર્ટ કરતા ૫૦ ટકા યુનિટ બંધ થઈ ગયા. એક્‍સપોર્ટ બંધ થતા ભારતમાં માલની શોર્ટેજ ઉભી થઈ છે.

ચીનના વેપારીઓને તેમની જરૂરિયાત પૂરતુ જ સ્‍ટીલ એક્‍સપોર્ટ કરવાની સૂચનાને પગલે ભારતની મોટી કંપનીઓ એક્‍સપોર્ટ કરવા લાગી. તેમની પાસે એક વર્ષના પેન્‍ડિંગ ઓર્ડર છે. પરિણામે તેમની પાસે પૂરતો માલ નથી.

સરકારે અર્ફોડેબલ હાઉસિંગને વેગ આપતા બાંધકામ ક્ષેત્રે તેમજ રોડ,રસ્‍તા બ્રિજના કામો મોટા પાયે ચાલતા હોવાથી સ્‍ટીલની ડિમાન્‍ડમાં વધારો થયો છે જેથી ભાવ ઉંચકાયો છે. નોટબંધી વખતે સ્‍ટીલના જે ભાવ હતા તે મુજબ અત્‍યારે ૧૦૦ ટકા ભાવ થઈ ગયો છે.

(10:37 am IST)