Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ફરી મજાક : પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો

સોશ્યલ મીડિયામાં સરકારના નજીવા ઘટાડાથી લોકોએ જબરી મજાક ઉડાવે છે

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે આંશિક ઘટાડો થયો છે છેલ્લા 16 દિવસ પછી ગઈકાલે પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસાનો ઘટાડો થયો હતો.આજે ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 7 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 5 પૈસાનો ઘટાડો થયો છે

  સરકાર દ્વારા બીજા દિવસે પણ નજીવો ભાવ ઘટાડો કરતા લોકો સોશ્યલ મીડિયામાં જબરી મજાક ઉડાવી રહ્યાં છે

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42થી ઘટીને 78.35 પ્રતિ લીટર થઈ હતી, જ્યારે ડીઝલની કિંમત 69.30માંથી ઘટીને 69.25 પ્રતિ લીટર થઈ હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત  86.16 પ્રતિ લીટર છે.

(10:12 am IST)