Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંઘાને ‘‘મેરીટોરીઅસ સર્વિસ મેડલ'': નોનપ્રોફિટ ‘‘શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા સન્‍માન

કેનેડાઃ ભારતીય મૂળના લેખક શ્રી એલેક્ષ સાંધાને ગવર્નર જનરલ ઓફ કેનેડા દ્વારા ‘‘મેરીટોરીઅસ સર્વિસ મેડલ'' એનાયત કરી સન્‍માનિત કરાયા છે.

જાતિય પરિવર્તન કરાવવાથી સમાજમાં અપમાનિત થતા  LGBTQ સાઉથ એશિઅન લોકોની વ્‍યથા વર્ણવવાની સાથે તેમને સમાજમાં સમાન સ્‍થાન આપવાની હિમાયત કરતા નોનપ્રોફિટ ‘‘શેર વાનકુંવર'' શરૂ કરવા બદલ તેમને ઉપરોક્‍ત એવોર્ડ અપાયો છે.

શ્રી સાંઘાએ ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી સોશીઅલ વર્ક વિષય સાથે માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે. તેમણે પોતાને મળેલો એવોર્ડ પોતાની માતાને અર્પણ કર્યો છે.

(12:34 am IST)