Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

તૂતિકોરિનમાં થયેલ હિંસક ઘટના અમાનવીયઃ આ પ્લાન્ટ હવે ક્યારેય ખુલવો ન જોઇઅે: સુપરસ્ટાર રજનીકાંતે ફાયરીંગમાં ઘાયલ લોકોની મુલાકાત લીધી

તૂતીકોરિનઃ તૂતીકોરિન ખાતે ફિલ્મ અભિનેતા અને રાજકીય નેતા બનેલા રજનીકાંતે હિંસા દરમ્યાન પોલીસ ફાયરીંગમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્‍તોની મુલાકાત લીધી હતી અને આ ઘટનાને અમાનવીય જાહેર કર્યા બાદ આ પ્લાન્ટ ક્યારેય ખુલવો ન જોઇઅે તેમ જણાવ્યું હતું.

તૂતીકોરિનમાં હિંસાને લઇને રજનીકાંતે તે અસામાજિક તત્વોને જવાબદાર ઠેરવતા કહ્યું કે હિંસામાં શામેલ લોકો વિરુદ્ધ રાજ્ય સરકારે સખત કાર્યવાહી કરવી જોઇએ. જોકે, તેમને પોલીસ ફાયરિંગની પરવાનગી આપનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, 'લોકો કોઇ કારણથી જ ત્યાં પ્રદર્શન કરી રહ્યાં હતાં. પોલીસે આ દરમિયાન સંયમ વર્તવો જોઇતો હતો.'

રજનીકાંતે આ મામલે રાજ્ય સરકારનો બચાવ કર્યો હતો તેમણે કહ્યું કે, દરેક મામલે સરકાર પાસે રાજીનામું માંગવું કોઇ સમાધાન નથી. આ ઘટના સરકાર માટે એક મોટ સબક છે. કોઇને પણ આટલી મોટી હિંસાનો અંદાજો નહીં હોય. આ સાથે જ તેમણે કહ્યું કે લોકો બધુજ જાણે છે અને તેઓ સમય આવવા પર જવાબ આપશે. મને વિશ્વાસ છે કે ગુપ્તચર વિભાગને પણ આની રિપોર્ટ મળશે.

રજનીકાંતે આ પહેલાં વાતચીતમાં કહ્યું કે, 'પોલી ફાયરિંગમાં શામેલ વરિષ્ઠ અધિકારીઓને સજા મળવી જોઇએ. હાલ માટે તો સરકારની કાર્યવાહી સંતોષજનક છે. પણ રાજ્ય સરકારને જરૂર પડે તો તુરંત જ કાયદાકીય પગલા લેવા જોઇએ.' તમીલ સુપરસ્ટાર રજનીકાંતે તૂતીકોરિનમાં પોલીસ ફાયરિંગનાં આગલા દિવસે એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો હતો અને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી.

તમિલનાડુનાં તુતીકોરિન વિરુદ્ધ ગત ત્રણ મહિનાથી જાહેર વિરોધ પ્રદર્શન 22 મેનાં રોજ અચાનક ઉગ્ર થઇ ગયુ હતું. આ દરમિયાન કેટલાંક  પ્રદર્શન કરનારાએ પોલીસ કર્મીઓ પર પત્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે તેમનાં પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. જે બાદ પોલીસે તેનાં પર ફાયરિંગ કર્યુ હતું તે પોલીસ ફાયરિંગમાં 13 લોકોનાં મોત થઇ ગયા હતાં. જ્યારે ડઝન લોકો ઘાયલ થયા હતાં.

આ મામલે બબાલ વધ્યા બાદ રાજ્ય સરકારે સ્ટાર લાઇટ પ્લાન્ટનાં લાઇસન્સ રદ્દ કરી દીધા. રાજ્યની વિધાનસભામાં પણ આ મામલો જોર-શોરથી ઉઠ્યો હતો. જ્યાં મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામીએ કહ્યું કે, તે સમયે પોલીસ કાર્યવાહી 'જરૂરી' થઇ ગઇ હતી.

મુખ્યમંત્રીએ લોકોની મોત પર દુ:ખ જતાવવતા સદનમાં પાંચ પન્નાનો એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં હિંસાની ઘટના અને તેને લઇને સરકારે ઉઠાવેલાં પગલાંનું વિસ્તૃત વિવરણ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસામાં શામેલ લોકો વિરુદ્ધ ટિઅરગેસનાં ગોળા તથા લાઠીચાર્જ જેવા કદમ ઉઠાવવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રીનાં આ નિવેદનથી ડીએમકે સંતુષ્ઠ નહોતી જોવા મળી અને તેમણે સદનમાંથી વોકઆઉટ કરી દીધુ હતું. પાર્ટીનાં કાર્યકરી અધ્યક્ષ એમકે સ્ટાલિને પ્લાન્ટ બંધ કરવાનાં સરકારી આદેશને આંખોમાં ધૂળ ઝોકવાનું કામ કરનારા ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 2013માં પણ આવી જ નોટિસ બાદ પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર આ મામલે સ્ટરલાઇટ મેનેજમેન્ટને આ સંબંધમાં કોર્ટનાં શરણે જવાની તક મળી હતી.

(12:00 am IST)