Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મરકજમાં સામેલ 1746 લોકોમાંથી 216 વિદેશી નાગરિકો હતા

ભારતમાં તબલીગી જમાત કાર્યકરોની વિગતો તમામ રાજ્યો સાથે શેર કરાઈ : તમામ રાજ્યોના ડીજીપીને પત્ર પાઠવાયા

નવી દિલ્હી : કોરોના વાયરસના કહેર વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમ બાદ તેમાં સામેલ કેટલાક લોકોના મોત નિપજ્યા છે  જયારે અનેક સંક્રમિત હોવાનો ખુલાસો થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના આદેશથી ગૃહ મંત્રાલયે તેલંગાણામાં COVID-19 પોઝિટિવ કેસ સામે આવ્યાની સાથે જ 21 માર્ચ, 2020ના રોજ, ભારતમાં તબલીગી જમાત કાર્યકરોની વિગતો તમામ રાજ્યો સાથે શેર કરી હતી.

 આ ત્વરિત કાર્યવાહીનો ઉદ્દેશ COVID-19 પોઝિટીવ જમાત કાર્યકરોને ઓળખવા અને તેને અલગ કરી કવોરન્ટાઇન કરવાનો હતો. જેનાથી દેશમાં COVID-19ના ફેલાવાથી રોકી શકાય. આ સંદર્ભે, ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી તેમજ સી.પી., દિલ્હીને સૂચનાઓ જારી કરવામાં આવી હતી. 28 અને 29 માર્ચે ડીઆઈબી દ્વારા આ વિષયના તમામ રાજ્ય ડીજીપીને પત્રો લખવામાં આવ્યા હતા.

 દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં રહેતા જમાત કાર્યકરોને પણ રાજ્ય અધિકારીઓ અને પોલીસ દ્વારા તબીબી તપાસ માટે વિનંતી કરવામાં આવી હતી. 29 માર્ચ સુધીમાં, લગભગ 162 જમાત કાર્યકરોની તબીબી તપાસ કરવામાં આવી હતી અને ક્વોરેન્ટાઇન સેન્ટર્સમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં 1339 જમાત કાર્યકર્તાઓને એલએનજેપી, આરજીએસએસ, જીટીબી, ડીડીયુ હોસ્પિટલો અને એઇમ્સ, ઝજ્જર ઉપરાંત નરેલા, સુલતાનપુરી અને બકકરવાલા ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી બાકીની હાલમાં કોવિડ -19 ચેપ માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે, ભારત આવનારા તબલીગી જમાત સાથે સંકળાયેલા તમામ વિદેશી નાગરિકો પર્યટક વિઝા પર હોય છે. ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અનુસાર, જમાતના આ વિદેશી કામદારો પ્રવાસીઓના વિઝા પરના મિશનરી કાર્યમાં સામેલ ન થવું જોઈએ. તેથી, તમામ રાજ્ય પોલીસ આ સંદર્ભમાં આ તમામ વિદેશી જમાત કામદારોના વિઝાની કેટેગરીમાં તપાસ કરશે અને વિઝાની શરતોનું ઉલ્લંઘન થાય તો આગળની કાર્યવાહી કરશે.

તમને જણાવી દઇએ કે, તબલીગી જમાતનું મુખ્ય મથક (મરકઝ) દિલ્હીના નિઝામુદ્દીનમાં સ્થિત છે. ધાર્મિક ઉદ્દેશ્ય માટે દેશભર અને વિદેશથી મુસ્લિમ મરકઝ આવે છે. કેટલાક લોકો તબલીગી ગતિવિધીઓ માટે દેશના જુદા જુદા ભાગોમાં જૂથોમાં પણ જાય છે. તે આખું વર્ષ ચાલતી એક સતત પ્રક્રિયા છે.

21 માર્ચના મિશનરી કામ માટે લગભગ 824 જેટલા વિદેશી તબલીગી જમાત કાર્યકર્તા દેશના જુદા જુદા ભાગોમાં હતા. આ ઉપરાંત મરકઝ રહેતા હતા. ત્યારે લગભગ 1500થી વધારે ભારતીય કાર્યકર્તા પણ મરકઝમાં રહેતા હતા. જ્યારે લગભગ 2100 ભારતીય જમાત કાર્યકર્તા મિશનરી કામ માટે દેશના જુદા જુદા ભાગોની મુલાકાત કરી રહ્યાં હતા.

23 માર્ચ બાદથી નિજામુદ્દીન અને તબલીગની આસપાસ અને સમગ્ર દિલ્હી સહિત આસપાસના રાજ્યોના અધિકારીઓ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો, ત્યારબાદ તે લોકો નિઝામુદ્દીનના મુખ્ય મથક પર હતા.

અત્યાર સુધીમાં જમાતના 1339 કાર્યકર્તાઓને નરેલા, સુલતાનપુરી અને બકકરવાલા ક્વોરેન્ટાઇન સેન્ટર્સ અને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ આ તમામ વિદેશી જમાત કાર્યકરોની વિઝા કેટેગરીમાં તપાસ કરશે અને વિઝાની શરતોના ઉલ્લંઘનના મામલામાં આગળની કાર્યવાહી કરશે.

(11:43 pm IST)