Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વિશ્વભરમાં કોરોના આર્થિક તબાહી મચાવશે : માત્ર ભારત અને ચીન બચશેઃ સંયુક્ત રાષ્ટ્ર

ગરીબ અને વિકાસશીલ દેશોને આર્થિક મંદીથી ઉગારવા માટે 2-3 ટ્રિલિયન ડૉલરની જરૂર પડશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વિશ્વભરમાં આર્થિક તાભી મચાવશે આર્થિક મંદીના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને અનેક ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાનું અનુમાન છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના ટ્રેડ રિપોર્ટમાં આ બાબત બહાર આવી છે 

 અહેવાલ મુજબ આ સ્થિતિમાં વિકાસશીલ દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે, પરંતુ ચીન , અને ભારત જેવા દેશ તેમાં અપવાદ સાબિત થશે.

UNCTADના સેક્રેટરી જનરલ મુજબ, કોરોના વાયરસના કારણે ઊભી થયેલો આર્થિક ઘટાડો હજુ ચાલુ છે. આવનારા દિવસોમાં વધુ ઝડપથી ઘટાડો નોંધાશે પરંતુ તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે.

ભારત અને ચીન પર શું અસર થશે? - સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનાઇટેડ નેશન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ બૉડી (UNCTAD)એ હાલની સ્થિતિને જોતાં અનુમાન લગાવ્યું છે કે દુનિયાના ગરીબ અને વિકાસશીલ દેશોને આર્થિક મંદીથી ઉગારવા માટે લગભગ 2-3 ટ્રિલિયન ડૉલરની જરૂર પડશે. સંસ્થાએ એમ પણ કહ્યું છે કે વિકાસશીલ દેશોની સ્થિતિને સામાન્ય કરવામાં બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે.

G20 દેશો મુજબ તેઓએ પોતાની અર્થવ્યવસ્થાઓ માટે લગભગ 375 લાખ કરોડ રૂપિયા (5 લાખ કરોડ ડૉલર)ના રાહત પેકેજની જાહેરાત કરી છે. UNCTADએ કહ્યું કે, આ એક મોટા સંકટમાં ભરવામાં આવેલું અભૂતપૂર્વ પગલું છે, જેનાથી આ સંકટથી આર્થિક રીતે અને માનસિક રીતે ઉગારવામાં મદદ મળશે.

(11:20 pm IST)