Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્હીના નિઝામુદ્દીનના તબગીલી જમાતના વડા મથકની 2100 વિદેશીઓએ કામકાજ માટે ભારત મુલાકાત લીધી

દેશના 19 રાજ્યોના લોકોએ પણ મથકની મુલાકાત લીધી હતી

નવી દિલ્હી : દિલ્હીના નિઝામુદ્દીનના તબલીગી જમાતના કાર્યક્રમ બાદ કોરોના વાયરસના કેસ વધ્યા છે ટાયરે સરકારે કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીનના તબલિગી જમાતના વડા મથકની પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી 2,100 વિદેશી લોકોએ મુલાકાત લીધી હતી.

 દેશનાં 19 રાજ્યોના લોકો પણ આ મથકકની મુલાકાતમાં આવ્યા હતા હાલમાં આ મથક કોરોના વાઇરસનું સૌથી મોટું એપિ સેન્ટર બની ગયું છે. આ મરકઝમાં છેલ્લા 15 દિવસમાં 5000 લોકોએ મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કુલ 303 તબલિગી એક્ટિવિટસ્ટમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેમને દિલ્હીની હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે વધુમા જણાવ્યું હતું કે અત્યાર સુધી 1,339 તબલિગી જમાત કામદારોને નરેલા, સુલતાનપુરી અને બક્કરવાલા સહિત વિવિધ હોસ્પિટલોમાં ક્વોરોન્ટાઇન સુવિધામાં મોકલી આપવામાં આવ્યા છે.

(10:00 pm IST)