Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન વચ્ચે પણ ભારતમાં કોરોના કેસો વધી ૧૫૫૦ થયા

મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૦૦થી ઉપર : હાલત ચિંતાજનક : રાજસ્થાનમાં પણ કેસોની સંખ્યા ૯૩થી ઉપર પહોંચી ગઈ છે : કેરળ, કર્ણાટક, ગુજરાત જેવા રાજ્યમાં કેસની સંખ્યામાં ઝડપી વધારો : મોદી સરકાર એલર્ટ

નવી દિલ્હી, તા.૩૧ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે લોકડાઉનના ગાળા વચ્ચે વધુ નવા કેસો સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૧૫૫૦ સુધી પહોંચી ગઇ હતી.  જ્યારે મોતનો આંકડો વધીને ૩૨ ઉપર પહોંચી ચુક્યો છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૦૨ ઉપર રહેલી છે. મોડી રાત સુધી કેસોમાં વધારો જારી રહ્યો હતો. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૩૦૦થી પણ ઉપર પહોંચી ચુકી છે જ્યારે રાજસ્થાનમાં કેસોની સંખાયા ૯૩ ઉપર પહોંચી છે. મધ્યપ્રદેશમાં પણ કેસોની સંખ્યા ૬૫ ઉપર પહોંચી છે. કર્ણાટકમાં ૯૮, કાશ્મીરમાં ૫૫, ગુજરાતમાં ૭૪ અને દિલ્હીમાં કેસોની સંખ્યા ૯૭ ઉપર પહોંચી ગઈ છે. જુદા જુદા વિસ્તારોમાં કેસો વધતા હાહાકાર મચી ગયો છે.

        કુલ ૪૯ વિદેશી નાગરિકો પણ કોરોનાના સકંજામાં આવ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. દિલ્હીમાં કેસોની સંખ્યા વધીને ૮૭ ઉપર પહોંચી છે અને બેના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૨૦૦ સુધી કેસો પહોંચી ગયા છે અને મોતનો આંકડો આઠ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા ૭૧ ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો છ ઉપર પહોંચી ગયો છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. લોકડાઉનના કારણે કોરોના રોકાશે નહીં. ત્રીજા તબક્કાના ઇન્ફેક્શનને રોકવા માટે જીપીએસનો વિકલ્પ અપનાવવો પડશે તેવો મત નિષ્ણાતો આપી રહ્યા છે.  વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. દેશમાં ૧૦૩ લોકો સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી ઘરે જતા રહ્યા છે. ૩૨ના મોત થયા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે. 

       કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે.  ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે.  દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. કોરોના વાયરસે ૨૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે.  સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકડાઉનના નિયમોને સરળ રીતે પાળવામાં આવે તે જરૂરી છે. લોકડાઉનના પાંચમાં દિવસે પણ ઘણી જગ્યાએ લોકો બહાર નિકળ્યા હતા. આવી સ્થિતિમાં સ્થિતિ વિકટ બની રહી છે. તમામ રાજ્યો અને જિલ્લાઓને સરહદ સીલ કરવાની સૂચના આપવામાં આવી ચુકી છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે.

       જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી છે. ભારત સરકાર તરફથી લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટર્માં કેસોની સંખ્યા સૌથી વધારે છે.દેશના ૨૭ રાજ્યો કોરોના વાયરસના સંકજામાં આવી ચુકયા છે.  મોટા ભાગના રાજ્યોમાં હવે લોકડાઉનની સ્થિતી રહેલી છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૨૭ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં ૪૮ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે.વિદેશમાં  ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૧૦૦લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ૩૨ લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના કેસ ક્યાં કેટલા

મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, દિલ્હીમાં વધુ કેસ

નવીદિલ્હી,તા. ૩૧ : દુનિયાની સાથે સાથે દેશમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે લોકડાઉનના ગાળા વચ્ચે વધુ નવા કેસો સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૧૨૫૧ સુધી પહોંચી ગઇ હતી. જ્યારે મોતનો આંકડો વધીને ૩૨ ઉપર પહોંચી ચુક્યો છભારતમાં કોરોનાના ક્યાં કેટલા કેસો નોંધાયા છે તે નીચે મુજબ છે.

ક્રમ

રાજ્યો

ભારતીય દર્દી

વિદેશી દર્દી

આંધ્રપ્રદેશ

૪૦

૦૦

છત્તીસગઢ

૦૮

૦૦

દિલ્હી

૯૭

૦૧

ગુજરાત

૭૪

૦૧

હરિયાણા

૩૬

-

કર્ણાટક

૯૮

૦૦

કેરળ

૨૪૧

૦૮

મહારાષ્ટ્ર

૩૦૨

૦૩

ઓરિસ્સા

૦૩

૦૦

૧૦

પોન્ડિચેરી

૦૧

૦૦

૧૧

પંજાબ

૩૮

૦૦

૧૨

રાજસ્થાન

૯૩

૦૨

૧૩

તેલંગાણા

૭૭

૧૦

૧૪

ચંદીગઢ

૦૮

૦૦

૧૫

જમ્મુ કાશ્મીર

૫૫

૦૦

૧૬

લડાક

૧૩

૦૦

૧૭

ઉત્તરપ્રદેશ

૧૦૮

૦૧

૧૮

ઉત્તરાખંડ

૦૭

૦૧

૧૯

બંગાળ

૨૬

૦૦

૨૦

તમિળનાડુ

૭૪

૦૬

૨૧

મધ્યપ્રદેશ

૬૫

૦૦

૨૨

હિમાચલ

૦૩

૦૦

૨૩

બિહાર

૧૬

૦૦

૨૪

મણિપુર

૦૧

૦૦

૨૫

મિઝોરમ

૦૧

૦૦

૨૬

ગોવા

૦૫

૦૦

૨૭

આંદામાન નિકોબાર

૧૦

૦૦

૨૮

ઝારખંડ

૦૧

૦૦

(9:56 pm IST)