Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

એલએન્ડટી દ્વારા ૧૫૦ કરોડની અપાયેલી મદદ

કોરોના સામે જંગમાં ટેકો આપ્યો

અમદાવાદ,તા. ૩૧ : ભારતની અગ્રણી ટેકનોલોજી, એન્જિનીયરિંગ, કન્સ્ટ્રક્શન, ઉત્પાદન અને નાણાકીય સેવાઓમાં કાર્યરત ગ્રૂપ લાર્સન એન્ડ ટૂબ્રો ફંડ, સામુદાયિક કલ્યાણકારક યોજનાઓ અને સહાય આપવા પોતાની કુશળતાનો ઉપયોગ કરીને કોવિડ-૧૯ સામે લડાઈમાં કોર્પોરેટ ભારતના પ્રદાનમાં સાથસહકાર આપવા પ્રતિબદ્ધ છે. કોરોના સામેના જંગમાં એલએન્ડટી દ્વારા પણ ભારતના  પ્રધાનમંત્રી મોદીની અપીલ અનુસંધાનમાં પીએમ-કેર્સ ફંડમાં રૂ. ૧૫૦ કરોડનું પ્રદાન કરશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ગ્રુપે હાલ ચાલુ લોકડાઉન દરમિયાન આશરે ૧૬૦,૦૦૦ કોન્ટ્રાક્ટ વર્કર્સને ટેકો આપવા દર મહિને રૂ. ૫૦૦ કરોડનું ફંડ અંકિત કર્યું છે, જેમાંથી તેમના પગારની ચુકવણી થશે તેમજ લેબર કેમ્પમાં તેમને ભોજન અને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે તથા સાથે સાથે કોવિડ-૧૯ નિવારણ અને નિયંત્રણની આચારસંહિતા જાળવવામાં આવશે.

         આ રોગચાળા સામે લડવા કંપનીની તૈયારી પર લાર્સન એન્ડ ટૂબ્રોના ગ્રુપ ચેરમેન શ્રી એ એમ નાઇકે જણાવ્યું હતું કે, એલએન્ડટી જરૂરિયાતના સમયે હંમેશા દેશ સાથે છે. અમે કોવિડ-૧૯ રોગચાળા સામે લડવામાં ભારતને મદદ કરી રહ્યાં છે, જે માટે તાત્કાલિક ફંડ આપીશું અને વિવિધ કલ્યાણકારક પગલાં લઈ રહ્યાં છીએ, જેમાં અમારી ટ્રેનિંગ સ્કૂલોને આઇસોલેશન સેન્ટરમાં પરિવર્તિત કરવાની બાબત સામેલ છે.

(9:49 pm IST)