Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તબલીગીથી યુપીની ટેન્શન વધી : ૧૮ જિલ્લામાં શોધ

તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ : ૧૮ જિલ્લાના પોલીસ અધિકારીઓને કાર્યક્રમમાં પહોંચેલ લોકોની ઓળખો કરવાના હુકમ : યુપી સરકાર એક્શનમાં

લખનૌ, તા. ૩૧ : દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ લોકોને કોરોનાથી મોત બાદ હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશના ડીજીપીએ ૧૮ જિલ્લાના પોલીસ અધિકારીઓને આ કાર્યક્રમમાં પહોંચેલા લોકોની શોધખોળ કરવા માટે આદેશ કરી દીધો છે. આના પરિણામ સ્વરુપે ચિંતા વધુ ગંભીર બની ગઈ છે. તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો પૈકી ૧૦ના કોરોનાથી મોત થઇ ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં ચિંતા વચ્ચે આયોજનમાં ૧૮ જિલ્લાઓથી લોકો સામેલ થયા હતા. યુપીના ડીજીપી દ્વારા કોવિડ-૧૯ ટેસ્ટ માટે આદેશ કર્યા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં ૧૮મી માર્ચના દિવસે જમાતનો કાર્યક્રમ યોજાયો હતો. નિઝામુદ્દીનમાં થયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા લોકો પૈકી ૧૦ના મોત થઇ ચુક્યા છે.

         નિઝામુદ્દીન મર્કજમાં તબલીગી જમાતના ૨૫૦૦ લોકો ભેગા થયા હતા. આ જમાત સાથે જોડાયેલા અનેક વિદેશી લોકો લખનૌ, પટણા, રાંચીની મસ્જિદોમાં છુપાયેલા મળ્યા છે. મર્કજના કાર્યક્રમમાં વિદેશથી પણ સેંકડો મુસ્લિમો પહોંચ્યા હતા અને પોતપોતાના દેશ પરત ફર્યા છે. મર્કજના કાર્યક્રમમાં સામેલ ૨૪ લોકોમાં કોરોનાના લક્ષણ દેખાઈ ચુક્યા છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓફિસ તરફથી  જારી કરવામાં આવેલા કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે, તબલીગી જમાતના વિદેશી પ્રચારકોના હઝરત નિઝામુદ્દીનમાં થયેલા કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના જિલ્લાઓથી લોકો સામેલ થયા હતા. યાદીમાં સામેલ ૧૮ જિલ્લાના એવા વ્યક્તિઓના કોરોના વાયરસથી પ્રભાવિત થવાના સંબંધમાં કોરોના ટેસ્ટ જરૂરી બન્યા છે. હોસ્પિટલમાં ભર્તી કરીને તરત જ સારવાર પણ જરૂરી બની ગઈ છે.

       તબલીગી જમાતે ઉત્તરપ્રદેશની મુશ્કેલી વધારી દીધી છે. ૧૮ જિલ્લાઓમાં તપાસના આદેશ અપાયા છે. કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ, મેરઠ, સહારનપુર, મુઝફ્ફરનગર, સામલી, હાપુર, બિઝનૌર, બાગપત, વારાણસી, મથુરા, આગરા, સીતાપુર, બારાબંકી, પ્રયાગરાજ, બહરાઈચ, ગોંડા અને બલરામપુર જિલ્લાથી લોકો સામેલ થયા હતા. ઉત્તરપ્રદેશના ડીજીપી તરફથી આયોજનમાં સામેલ યુપીના લોકોની શોધખોળના આદેશ અપાયા છે. ૨૦ વિદેશી નાગરિકોને કોરોના હોવાના અહેવાલ મળ્યા છે. એવી શંકા છે કે, આમાથી ૩૦૦ લોકોને કોરોનાની શંકા રહી શકે છે. સરકારે આ વિસ્તારમાં રહેનાર લોકોને પણ દિલ્હીની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે દિલ્હીમાં સૌથી વધારે કોરોનાના મામલા આવ્યા હતા.

(8:04 pm IST)