Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તબલીગીના બહાને મુસ્લિમો ઉપર દોષારોપણ અયોગ્ય છે

મુસ્લિમો પર દોષનો ટોપલો નાંખી શકાય નહીં : તબલીગી વાયરસ જેવા હેશટેગથી પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભારે લાલઘૂમ

નવીદિલ્હી, તા. ૩૧ : તબલીગી જમાતના કાર્યક્રમ બાદ હજારો લોકો ઉપર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર ટ્રોલિંગને ધ્યાનમાં લઇને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, કોરોના રોગચાળો ફેલાઈ જવાનો દોષ મુસ્લિમોના માથે મુકવો જોઇએ નહીં. તબલીગી જમાતના નામે કોરોના ફેલાવવાના દોષ મુસ્લિમોને આપવા જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો માટે તબલીગી જમાતના બહાને મુસ્લિમોને ટાર્ગેટ બનાવવાની બાબત સરળ બની ગઈ છે. તબલીગીના નામ ઉપર મુસ્લિમોને ગાળો આપવાની બાબત સરળ બની છે. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમોએ કોરોના ફેલાવી દીધો છે તેવું વર્તન કેટલાક લોકો કરી રહ્યા છે. કેટલાક રાજ્યો દ્વારા એવા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

        ઓમર અબ્દુલ્લા ટ્વિટર પર સક્રિય દેખાયા છે. તાજેતરમાં જ પબ્લિક સેફ્ટી એક્ટથી મુક્ત થયા બાદ અને નજરબંધીમાંથી બહાર આવ્યા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, દિલ્હીના મિઝામુદ્દીનમાં થયેલા તબલીગી જમાતના કાર્યક્રમ બાદ જમાત સાથે જોડાયેલા હજારો લોકો દેશભરમાં ફેલાઈ ગયા છે. કેટલાક રાજ્યો આવા લોકોની શોધખોળ કરી રહ્યા છે. કારણ કે, જમાતમાં સામેલ થયેલા કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. સોશિયલ મિડિયા પર મુસ્લિમોને ટ્રોલ કરવાને લઇને ઓમર અબ્દુલ્લાએ ાકરી પ્રતિક્રિયા આપી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, કેટલાક લોકો માટે આક્ષેપબાજી કરવાની બાબત સરળ બની ગઈ છે. દેશના મોટાભાગના મુસ્લિમોએ સરકારી નિયમો અને સુચનોને યોગ્યરીતે પાળ્યા છે જે રીતે દેશના અન્ય લોકો નિયમો પાળી રહ્યા છે તેવી જ રીતે મુસ્લિમ સમુદાયના લોકો પણ પાળી રહ્યા છે. ઓમર અબ્દુલ્લાએ એક ટ્વિટમાં કહ્યું છે કે, એવા લોકો કોઇપણ વાયરસથી પણ ખતરનાક છે જે તબલીગી વાયરસ જેવા હેસટેગની સાથે ટ્વિટ કરી રહ્યા છે. તેમના શરીર તો ઠીક છે પરંતુ દિમાગ બિમાર થઇ ગયા છે. શિવરાજસિંહની શપથવિધિનોફોટો પણ જારી કરેલો છે જેમાં સેંકડો વિધાયકો સામેલ થયા હતા.

(8:02 pm IST)