Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

એરટેલના ૮ કરોડ ગ્રાહકોને મોટી રાહતઃ ૧૭ તારીખ સુધી નહીં કરાવવુ પડે રિચાર્જ

મુંબઇ, તા.૩૧: કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે દેશભરના લો-ઇનકમ સબ્સ્ક્રાઇબર્સની મદદ માટે એરટેલે બે નવી ઘોષણા કરી છે. પહેલી કંપની પોતાના ૮ કરોડ લો-ઇનકમ સબ્સ્કારઇબર્સને ૧૦ રૂપિયાનો ટોક ટાઇમનો ઉપયોગ કોલ અને મેસેજ કરવા માટે આપવામાં આવી શકે છે.

બીજી કંપનીએ તમામ પ્રીપેડ રિચાર્જની વેલીડીટીને ૧૭ એપ્રિલ સુધી વધારી શકાય છે. એટલે કે જે ગ્રાહક ૧૪ એપ્રિલે લોકડાઉન પૂરો થવા સુધી રિટાર્જ પેક ન ખરીદી શકે તેમને કોઇ અવરોધ વિના ઇનકમિંગ સર્વિસ મળતી રહશે. Airtelએ જાણકારી આપી છે કે આ બેનેફિટ ૮ કરોડ સબ્સ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં આગામી ૪૮ કલાકમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. ધ્યાન રહે કંપની તરફથી આ પગલા લો-ઇનકમ સબ્ક્રાઅબર્સ માટે લેવામાં આવી રહ્યાં છે.

Airtelના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ૮ કરોડ ગ્રાહકોમાં પ્રભાવી રૂપે Airtel નેટવર્કના તમામ વંચિત પરિવાર કવર થશે. આ વિશેષ ઉપાયોથી ખાસ કરીને પ્રવાસી શ્રમિકો અને દૈનિક વેતન ભોગીઓને લાભ થશે. જે કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે દેશવ્યાપી લોકડાઉનના કારણે સંભવિત રીતે પ્રભાવિત થયા છે.

સાથે જ કંપનીએ કહ્યું કે Airtel નેટવર્કના બાકી ગ્રાહક ઓનલાઇન પ્લેટફોરમ્સ માટે પહેલાથી જ પોતાનુ એકાઉન્ટ રિચાર્જ કરી રહ્યાં છે. કંપનીએ જણાવ્યું કે આ તમામ ઉપાયોથી ખ્જ્ઞ્શ્વદ્દફૂશ્રના ગ્રાહકોને સરકાર તરફથી આપવામાં આવી રહેલી જાણકારીઓનુ એકસેસ મળતુ રહેશે. સાથે જ ગ્રાહક જેની સાથે ઇચ્છે તેની સાથે કનેકટ પણ કરી શકશે,

જણાવી દઇ કે ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે (TRAI) ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહ્યું છે, TRAIએ આમ કોરોના વાયરસ લોક ડાઉનના કારણે કર્યુ છે. TRAIએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લોકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.

એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે TRAIએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.

(4:12 pm IST)