Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પત્નિથી ખોટું બોલીનો બિઝનેસ ટ્રિપના બદલે બેંગકોક ગયા હતાઃ પોલીસ ઘરે આવતા ભાંડો ફૂટયો

અભિજીત નામના વ્યકિતએ બે તસવીર શેર કરી છે, જેમાં કેટલાક લોકો અને પોલીસ દેખાઈ રહી છે

બેંગલોર, તા.૩૧: દેશભરમાં કોરોના વાયરસના કારણે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના દ્યરની બહાર ૧૪ દિવસની કવોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. આ વચ્ચે એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. અભિજીત નામના વ્યકિતએ બે તસવીર શેર કરી છે, જેમાં કેટલાક લોકો અને પોલીસ દેખાઈ રહી છે.

પોતાના ટ્વીટમાં શખસે લખ્યું, બે વ્યકિત પોતાની પત્નીઓને બેંલગુરુ જવાનું કહીને બેંગકોક ગયા હતા. બંને દ્યરે પાછા આવતા પોલીસ તેમના દ્યરે આવી અને દ્યર પર કવોરન્ટાઈન નોટિસ લગાવી હતી. પોલીસે બંનેના ટ્રાવેલ રેકોર્ડને જોઈને તેમના દ્યરે પહોંચી. આ બાદ પોલીસે બંને વ્યકિતઓની પત્નીઓને પણ સમજાવી કે તેમને શા માટે કવોરન્ટાઈન કરાઈ રહ્યા છે.

આ બાદ બંને વ્યકિતઓનું જૂઠ્ઠાણું તેમની પત્નીઓની સામે આવી ગયું. હવે સોશિયલ મીડિયા પર લોકો આ વાતની ચિંતા કરી રહ્યા છે કે હકીકત માલુમ પડ્યા બાદ બંનેની પત્નીઓએ તેમની સાથે શું કર્યું હશે. આ વિશે તેઓ હવે મજેદાર ટ્વીટ પણ શેર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વિદેશથી આવેલા લોકોને ૧૪ દિવસના કવોરન્ટાઈનમાં રહેવા માટે કહેવાયું છે. આદેશનું પાલન કરે તથા અન્ય લોકો તેમના દ્યરે ન જાય તે માટે દ્યરની બહાર કવોરન્ટાઈનનું પોસ્ટર પણ લગાવવામાં આવે છે.

(4:11 pm IST)