Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નોઇડાના મકાન માલિકની પ્રસંશનિય કામગીરી પ૦ ભાડૂતોનું ભાડું માફઃ રાશન પણ આપ્યું

નોઇડા તા. ૩૧: કોરોના વાયરસના કારણે સરકાર લોકોને જયાં હોય ત્યાંજ રોકવાના પ્રયત્નો કરી રહી છે પણ લોકો તેમ છતાં પણ પલાયન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમની સામે ખાવા અને રહેવાની સમસ્યાઓ ઉભી થઇ છે. જોકે યુપી સરકારે પણ મકાન માલિકોને અપીલ કરી હતી કે તેઓ એક મહિનો ભાડું ન માંગે. જ ો કોઇ ભાડું લે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ શ્રૃંખલામાં લોકોએ મદદ માટે હાથ લંબાવવાની શરૂઆત કરી છે.

નોઇડાના બરૌલા ગામમાં રહેતા કુશલપાલે પોતાના ભાડુતોને આર્થિક મદદ કરી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે પ૦ ભાડુતોનું ભાડું તો માફ કર્યું છે ઉપરાંત તેમને પોતાના તરફથી રાશન પણ આપ્યું છે. ભાડુતો ઉપરાંત તેમણે સુરક્ષા ગાર્ડ અને ડ્રાઇવરોને લોટના પેકેટો પણ વિતરણ કર્યા છે.કુશલપાલનું કહેવું છે કે મુસીબતના સમયે બધાએ સંપથીે રહેવાની જરૂર છે. આ પગલું બીજાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

(3:39 pm IST)