Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દેશભરના પાણી પુરી વાળાઓની માઠી દશા

લોકોના મોઢા સ્વાદથી ભરનારાઓ અત્યારે બેસ્વાદ

બાડમેર તા. ૩૧: છ દિવસ પહેલા બનાવેલી પાણીપુરી રેકડીમાં પડી છે. પરિવાર એક એક દિવસ ગણતા લોકડાઉન પુરો થવાની રાહ જોઇ રહ્યો છે. દરરોજ સવારે પરિવાર ઉઠીને લોટનો ડબ્બો ચેક કરે છે કે હવે કેટલા દિવસનો લોટ રહ્યો છે.

કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશભરમાં લોકડાઉનની અસર રોજમદાર મજૂરોના ઘરમાં વધારે જોવા મળે છે જે સવારે કમાઇને સાંજે ખાય છે. શહેરના કૃષ્ણાનગરમાં ભાડાના મકાનમાં રહેતા ગ્વાલિયર મધ્ય પ્રદેશના રજતની કથા પણ કંઇક આવી જ છે. સવારે પતિ પત્નિ પાણીપુરી બનાવે અને સાંજે બન્ને ગલી-ગલીમાં વેચવા નીકળે. આઠસો રૂપિયાની કમાણી થાય છે તેમાંથી મકાન ભાડું, વિજળીનું બીલ અને રાશન આવે છે.

રજતની પત્નિ રિંકી દેવી જણાવે છે અમે રોજરોજનું કમાવવાવાળા મજૂર છીએ, બહારના વતની છીએ. આવીને આવી સ્થિતિમાં પંદર દિવસ ઘર કેવી રીતે ચાલશે. જો કદાચ રાશન સરકાર તરફથી મળી જાય તો પણ મકાનનું ત્રણ હજાર ભાડું કેવી રીતે ચુકવવું. તેમની પાસે રેશનકાર્ડ છે પણ તેમના કહેવા મુજબ રાશન સામગ્રી તેમને નથી મળતી. લોકડાઉનમાં બજારમાં તેમને કોઇ ઉધાર પણ નથી આપતું. આમાં બે બાળકો અને પોતાના પેટ કેમ ભરવા એ તેમના માટે કોરોના કરતા પણ વધુ ચિંતાનો વિષય છે.

(3:38 pm IST)