Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મજેદાર વાત

ભારતમાં કોરોનાનું જીનોટાઇપ અલગઃ સરળતાથી વાયરસ સામે જંગ જીતી શકાય તેમ છે

પદ્મભૂષણ ડો.નાગેશ્વર રેડ્ડી કહે છેઃ લોકડાઉન ૩ થી ૪ સપ્તાહથી લંબાવવું ન જોઇએ

નવી દિલ્હી, તા.૩૧: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસ અંગે પદ્મ ભૂષણથી સન્માનિત ડોકટર રેડ્ડીએ બહુ જ મહત્વની વાત કરી છે. આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત મેડિકલ એકસપર્ટ અને એશિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના ચેરમેન ડો. રેડ્ડીએ જણાવ્યું કે લોકડાઉનનો સમય ૩-૪ અઠવાડિયાથીવધારે લાંબો ના હોવો જોઈએ.

મીડિયા રિપોર્ટ મુજબ ડોકટર રેડ્ડીનું કહેવું છે કે કોરોના વાયરસ એક આરએનએ વાયરસ છે. જયારે તે ઈટાલી, અમેરિકા અને ભારતમાં ફેલાયો ત્યારે જેનું જીનોટાઈપ અલગ થઈ ગયું. વાયરસની સીકવેન્સિંગ ૪ દેશોમાં કરવામાં આવી છે, પહેલા અમેરિકા, બીજુ ઈટલી, ત્રીજુ ચીન અને ચોથું ભારત. રેડ્ડીના જણાવ્યા પ્રમાણે જાણવા મળ્યું છે કે આ વાયરસની ઈટાલીની સરખામણીમાં ભારતમાં એક જીનોમ છે. ભારતીય વાયરસમાં જીનોમના સ્પાઈક પ્રોટીનમાં એક એકલ ઉત્પરિવર્તન હોય છે. ઈટલીમાં ફેલાયેલા વાયરસમાં ત્રણ ઉત્પરિવર્તન થયા છે, જેનાથી આ લોકો માટે ઘાતક હોય છે.

તેમણે કહ્યું કે, ઈટાલીમાં આ ઘાતક હોવાના કારણે અને દ્યણાં દર્દીઓની ઉંમર ૭૦-૮૦ વર્ષથી ઉપર હોવાથી અને તેઓમાં ધૂર્મપાન, દારુ, ડાયાબીટિસ, બ્લડ પ્રેશર જેવા કારણોનો પણ સમાવેશ થાય છે. માટે અહીં મૃત્યુની ટકાવારી ૧૦ ટકા સાથે સામાન્ય કરતા વધુ છે, જયારે ભારત, અમેરિકા, ચીનમાં મૃત્યુની ટકાવારી માત્ર ૨ ટકા છે. વાયરસ જીનોમના આધારે મૃત્યુદર સંક્રમણદર અલગ હોય છે. ઈમ્યુનિટી સિસ્ટમ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.વાયરસ ફેલાવાથી દેશભરમાં ભયનો માહોલ છે તેના વિશે ડોકટર રેડ્ડી કહે છે કે દ્યણાં માધ્યમોમાં દાવો કરાયો છે કે ૧૦ વર્ષ સુધીના બાળકો પર વધારે અસર નથી થતી, બીજુ યુવાન વ્યકિતઓ પર તેની ઓછી અસર થાય છે. સામાન્ય રીતે ૭૦ વર્ષની ઉંમરની વ્યકિત કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કેન્સર જેવી સમસ્યાથી પીડાથી વ્યકિતને ખતરો વધુ છે.

(3:37 pm IST)