Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્હીની તબલીગી જમાતમાંથી પાછા આવેલા તેલંગણાના ૬ લોકોના કોરોનાથી મોત

કાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકાથી અફરા-તફરી મચી છે

હૈદરાબાદ તા. ૩૧ : તેલંગણામાં કોરના વાયરસના ચેપથી સોમવારે ૬ લોકોના મોત થઈ ગયા. જણાવાઈ રહ્યું છે કે ,આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમાંથી બેના મોત ગાંધી હોસ્પિટલમાં થયા, જયારે અન્યોના મોત ક્રમશઃ અપોલો, ગ્લોબલ હોસ્પિટલ, નિઝામાબાદ અને ગડવાલમાં થયા. દેશની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મરકજ તબલીગી જમાત હેડકવાર્ટરમાં એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં લગભગ ૩૦૦-૪૦૦ લોકો એકઠા થયા હતા. કાર્યક્રમમાં સામેલ ૨૦૦થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આશંકાથી અફરા-તફરી મચી છે. કોરોનાના ચેપની શકયતા બાદ અહીં ઉપસ્થિત ૧૬૩ લોકોને દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં ભરતી કરાયા છે.

લોકનાયક હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે, તેમને ત્યાં કોરોના સંક્રમિત ૧૭૪ દર્દી ભરતી છે, જેમાંથી ૧૬૩ નિઝામુદ્દીન વિસ્તારમાંથી જ આવ્યા છે. રવિવારે ૮૫ દર્દીઓ આવ્યા, જયારે ૩૪ને સોમવારે ભરતી કરાવાયા. મામલો સામે આવ્યા બાદ દિલ્હી સરકારે મરકજના મૌલાના સામે કેસ નોંધવા કહ્યું છે. મૌલાના પર આરોપ છે કે, દેશમાં લોકડાઉન હોવા છતાં પણ તેમણે આટલા મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાવ્યું. સાથે જ તેના માટે કોઈ મંજૂરી પણ નહોંતી લેવામાં આવી.

(3:32 pm IST)