Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન બાદ ચીજ વસ્તુના ભાવ વધ્યા : મોંઘવારીનો માર

નવી દિલ્હી,તા.૩૧: દેશભરમા ૨૬ માર્ચ અને ૨૭ માર્ચના રોજ આઈએએન એસ-સી વોટર ગેલપ ઈંટરનેશનલ એસોસિએશન કોરોના ટ્રેકર દ્વારા કરવામા આવેલા સર્વેક્ષણ એ બાબત સામે આવી છે કે ૬૧ ટકા ભારતીયો માને છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભાવમા વધારો થયો છે.

દેશભરમા ૨૧ દિવસના લોકડાઉન અને સતત વધી રહેલા કેસના પગલે ભયનો માહોલ છે. જેમાં સોમવારે એક સર્વેક્ષણમા ખુલાસો થયો છે દેશના ૬૧ ટકા લોકો માને છે કે લોકડાઉન બાદ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમા વધારો થઈ રહ્યો છે. આ સર્વે ૨૬ અને ૨૭ માર્ચના રોજ આઈએનએસ-સી વોટર ગેલપ ઇન્ટરનેશનલ એસોસિએશન કોરોના ટ્રેકર દ્વારા કરવામા આવ્યા છે.

સર્વેમા સામેલ લોકોને સવાલ પૂછવામા આવ્યો કે શું તમને જરૂરી ચીજ વસ્તુઓ ઉચી કિંમત પર મળી રહી છે. તેના જવાબમા તેમણે સહમતિ દર્શાવી હતી. જેના જવાબમા ૨૮.૭ ટકા લોકોએ અસહમતિ દર્શાવી હતી. જયારે બાકીના લોકોએ જવાબ આપ્યા ન હતા.

વાસ્તવમા લોકડાઉનના સમયમા જરૂરી વસ્તુઓની ચીજ વસ્તુઓ સબંધી અફવાહોમા કિંમતમા વધારો થઈ રહ્યો હોવાની વાત સામે આવે છે. જેનું કારણ લોકો સંગ્રહાખોરી કરી રહ્યા છે. જેના લીધે આવશ્યક વસ્તુઓની અછતની સાથે કાળાબજારીમા વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત વસ્તુઓનો પુરવઠા પર પણ અસર પડી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ ૨૫ માર્ચથી દેશભરમા ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના એકાદ કલાક બાદ દવાની દુકાનો અને કરિયાણાની દુકાનો પર મોટા પ્રમાણમા લાઈનો લાગી હતી. જેના લીધે વેપારીઓ આ વસ્તુઓને મોંધા ભાવે વેચી રહ્યા છે.

(3:32 pm IST)