Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગુજરાત : કોરોનાના નવા કેસો સાથે સંખ્યા વધીને ૭૪ પહોંચી

ગુજરાતમાં હજુ સુધી ૧૩૯૬ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું :ક્વોરનટાઈનમાં રહેલા લોકોના શારીરિક-માનસિક આરોગ્ય માટે ૧૧૦૦ નંબર હેલ્પલાઈન કાર્યરત કરાઈ : પાંચ દર્દીને સ્વસ્થ થયા બાદ રજા અપાઈ

અમદાવાદ, તા.૩૧ : કોરોના વાયરસ મહામારીનો કહેર ગુજરાતમાં યથાવતરીતે જારી છે અને કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે લોકડાઉનના છઠ્ઠા દિવસે ગુજરાતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આની સાથે કેસોની સંખ્યા વધીને ૭૪ ઉપર પહોંચી હતી. ક્વોરનટાઇનમાં રહેલા વ્યક્તિઓના શારીરિક અને માનસિક આરોગ્ય માટે હવે ૧૧૦૦ નંબરની હેલ્પલાઈન રૂ કરવામાં આવી છે જેના પર નિષ્ણાત તબીબો દ્વારા માહિતી આપવામાં આવશે. વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત છે. રાજયભરમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના કેસો વધતા જાય છે, જેને લઇ સરકાર અને તંત્ર ચિંતિત  છે અને તમામ નાગરિકોને લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહ્યા છે. રાજયમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૭૩ થઈ ગઈ છે.

        આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં એક ૬૫ વર્ષીય વૃધ્ધ અને ગાંધીનગરની એક ૩૨ વર્ષીય યુવતીના કેસનો સમાવેશ થાય છે. બંને કેસ લોકલ ટ્રાન્સમીશનના હોવાનંું પણ સામે આવ્યું છે. રાજયમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કોરોના પોઝિટિવના દર્દીઓ પૈકી માત્ર બે દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે બાકી બધા સ્ટેબલ છે. સિવાય રાજયભરમાં ક્વોરન્ટાઈન હેઠળ કુલ ૧૮ હજાર લોકો છે. જો કે, બધાની વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે કે, કોરોના પોઝિટિવના કુલ પાંચ દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં દર્દીઓની ઉમર ૫૫થી ૬૦ વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું. આરોગ્યવિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં કુલ ૭૪૧ લોકો સરકારી ક્વોરન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે.

       ડીસ્ચાર્જ થયેલા લોકોમાં લોકો ૬૦ વર્ષથી ઉપરના છે. સાથે અમદાવાદ અને સુરતની ૨૧ વર્ષની મહિલાને ડીસ્ચાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા ૩૨ કેસ, આંતરરાજ્યના કેસો , ૩૭ કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં પોલીસની મદદથી કડક લોકડાઉનમાં કરાયું છે. ૨૪ કલાક માટે નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે. રાજયભરમાં અત્યારસુધીમાં કુલ કરોડ ૫૦ લાખ લોકો સર્વે થયો છે. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૭૩ થઇ છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડીંગ કેસ છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો જોઇએ તો, અમદાવાદ જિલ્લામાં ૨૫, સુરતમાં ૦૯રાજકોટમાં ૧૦વડોદરામાં ૦૯ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં અને કચ્છ,મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

        આમ, રાજયમાં કોરોના પોઝિટિવના કુલ ૭૩ કેસો સામે આવ્યા છે. આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ આજે વિગતવાર માહિતી ગુજરાતમાં કોરોના કેસોના સંદર્ભમાં પુરી પાડી હતી. કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. કોઇપણ રીતે કોરોનાને રોકવા માટે તંત્ર સંપૂર્ણપણે સાબદુ બનેલું છે. સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનને કઠોરરીતે અમલી કરવામાં આવે તે રૂરી છે. સંયમ રાખીને ઘરમાં રહેવાથી વધુ સફળતા મળી શકશે. પત્રકારો સાથે વાતચીત કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરરોજ કોર કમિટિની બેઠક યોજાઈ હતીક્વોરનટાઈનમાં રહેલા લોકોની શારીરિક તેમજ માનસિક આરોગ્યની સ્થિતિ માટે ૧૧૦૦ નંબર હેલ્પલાઈન રૂ કરવામાં આવી છે. નિષ્ણાત લોકો દ્વારા ૨૪ કલાક ટેલિ એડવાઈઝ આપવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા રૂરી સેવા માટે તૈયારીઓ પણ રાખવામાં આવી છે.

        રાજ્યમાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓને અને તેમના કુટુંબીજનોને તેમ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન કરાયા છે. આવા વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે .એમ.આર.આઈ ૧૦૮  કઠવાડા ખાતે રૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક  માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં આવી રહી છે ઉપરાંત અમદાવાદ ખાતે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સવારના થી ૧૦ વચ્ચે ફોન કરીને ટેલી મેડિસિનની સુવિધા પણ મેળવી શકશે. ડૉ. રવિએ કહ્યું કે અમદાવાદ,સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૩૧ : ગુજરાતમાં કોરોના વાયરસના વધુ કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે કેસોની સંખ્યા વધીને ૭૪ થઇ છે.

શહેર

કેસ

અમદાવાદ

૨૩

વડોદરા

૦૯

સુરત

૧૦

રાજકોટ

૧૦

ગાંધીનગર

૧૧

કચ્છ

૦૧

ભાવનગર

૦૬

મહેસાણા

૦૧

ગીરસોમનાથ

૦૨

પોરબંદરમાં

૦૧

ગુજરાતમાં કુલ કેસ

૭૪

કોરોનાની સામે જંગ જારી...

અમદાવાદ, તા. ૩૧ : કોરોના વાયરસ મહામારીનો કહેર ગુજરાતમાં યથાવતરીતે જારી છે અને કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આજે લોકડાઉનના છઠ્ઠા દિવસે ગુજરાતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આની સાથે કેસોની સંખ્યા વધીને ૭૪ ઉપર પહોંચી હતી. ક્વોરનટાઇનમાં રહેલા વ્યક્તિઓના શારીરિક અને માનસિક આરોગ્ય માટે હવે ૧૧૦૦ નંબરની હેલ્પલાઈન રૂ કરવામાં આવી છે જેના પર નિષ્ણાત તબીબો દ્વારા માહિતી આપવામાં આવશે. કોરોના સામે જોરદાર ગુજરાત દ્વારા પણ જારી છે. જુદા જુદા પગલા અને કોરોનાને લઇને પુરતી માહિતી આજે અપાઈ હતી. ચિત્ર નીચે મુજબ છે.

ગુજરાતમાં હજુ સુધી સેમ્પલોનું ટેસ્ટિંગ

૧૩૯૬

સેમ્પલના ટેસ્ટ નેગેટિવ આવ્યા

૧૩૨૨

સેમ્પલના ટેસ્ટ હજુ સુધી પોઝિટિવ આવ્યા

૭૩

સેમ્પલના ટેસ્ટના પરિણામ બાકી

૦૧

ગુજરાતમાં કુલ મોત

૦૬

ગુજરાતમાં સૌથી વધુ કેસ

અમદાવાદ (૨૩)

દર્દીઓની હાલત સ્થિર

૬૦

દર્દીઓની હાલત ગંભીર

૦૨

પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ

૦૫

લોકોને હોસ્પિટલમાંથી રજા

૦૫

અમદાવાદમાં હજુ સુધી મોત થયા

૦૩

ભાવનગરમાં હજુ સુધી મોત થયા

૦૨

સુરતમાં હજુ સુધી મોત થયા

૦૧

એન-૯૫ માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૭૫ લાખ

પીપીઇ કિટનો જથ્થો ઉપલબ્ધ

.૫૮ લાખ

ત્રિપલ લેયર માસ્કનો જથ્થો ઉપલબ્ધ

.૨૩ કરોડ

(8:46 pm IST)