Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આગામી ૧૫ દિવસ મહત્વપૂર્ણ

એક દિવસમાં કોરોનાના ૨૨૭ નવા કેસ

નવી દિલ્હી તા. ૩૧ : ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. લોકડાઉન છતાં સોમવારે ૨૨૭ નવા કેસો બહાર આવવાથી ચિંતા વધી ગઇ છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ૩૨ મોત થયા છે અને સંક્રમિત લોકોની સંખ્યા ૧૨૦૦થી વધી ગઇ છે.

ભારત માટે આગામી ૧૫ દિવસો અત્યંત મહત્વના છે. ૧૨૦૦ કેસ પાર કરવાની સાથે જ ભારત એવા મુકામે સ્પેન ૯ માર્ચે અને અમેરિકા ૧૧ માર્ચે હતા. આ ત્રણેય દેશોમાં પછીના ૧૫ દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં ૨૫થી માંડીને ૬૮ ગણો વધારો નોંધાયો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો અત્યાર સુધી લોકડાઉનની જાહેરાત નથી કરી.

આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના સંક્રમણનો દર વિકસિત દેશોની સરખામણીમાં ઓછો હોવાનું જણાવતા કહ્યું છે કે, ભારતમાં હજુ આ વાયરસના સંક્રમણનો બીજો તબક્કો જ ચાલી રહ્યો છે, તે હજુ સામુદાયિક સંક્રમણના ત્રીજા તબક્કામાં નથી પહોંચ્યો. આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૦૦થી ૧૦૦૦ સુધી પહોંચવામાં ૧૨ દિવસ લાગ્યા, જ્યારે આ સંકટ સામે લડી રહેલા વિકસીત દેશોમાં આટલા સમયમાં દર્દીઓની સંખ્યા ૩૫૦૦થી ૮૦૦૦ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં સંક્રમણનો દર તુલનાત્મક રીતે ઓછો છે.

(3:24 pm IST)