Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આંધ્રપ્રદેશમાં 12 કલાકમાં કુલ 17 નવા કેસ નોંધાયા : દર્દીઓની સંખ્યા 40 થયા

નવી દિલ્હી : ગત  રાત્રે નવ વાગ્યાથી હાલ સુધીમાં આંધ્રપ્રદેશમાં 17 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 40 થઈ ગઈ છે. આ લોકોમાં મોટા ભાગના એવા લોકો છે કે જેમણે દિલ્હીની ધાર્મિક સભામાં હાજરી આપી હતી અથવા ભાગ લીધો હતો. આ માહિતી આંધ્રપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક દ્વારા આપવામાં આવી હતી. નવા ચેપગ્રસ્ત થયેલા 17 લોકોમાંથી બે અનંતપુર જિલ્લાના, આઠ પ્રકાશમ જિલ્લાના, પાંચ ગુંટુર જિલ્લાના, એક કૃષ્ણા જિલ્લાના અને એક પૂર્વ પૂર્વ ગોદાવરી જિલ્લાના છે.

(1:04 pm IST)