Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મે પહેલાં એક પણ ટીવી શ્રેણીનો નવો એપિસોડ જોવા નહીં મળે

જો પરિસ્થિતિ કાબૂમાં આવી જાય તો પણ એપ્રિલ મહિનામાં એ શરૂ કરવા દેવામાં નહીં આવે એ નકકી છે

મુંબઇ તા. ૩૧: ટીવી અને ફિલ્મોનાં શૂટિંગ ૩૧ માર્ચ સુધી અટકાવી દેવામાં આવ્યું છે પણ આ મુદત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ વીકના લોકડાઉનની જાહેરાત પછી આપોઆપ ૧૪ એપ્રિલ સુધી લંબાવાઇ ગઇ છે, પણ હવે વાત એવી છે કે ધારો કે લોકડાઉન ૧૪ એપ્રિલથી હટાવી દેવામાં આવે તો પણ શૂટિંગની પરમિશન આપવામાં આવશે નહીં અને એનું કારણ એ છે કે શૂટિંગને ક્રાઉડેડ ઝોનમાં ગણવામાં આવે છે. લોકડાઉન હટાવ્યા પછી પણ ક્રાઉડેડ ઝોનવાળી જગ્યા સૌથી છેલ્લે ખુલ્લી મૂકવામાં આવે એવો સ્ટ્રેટેજિકલ પ્લાન બન્યો છે. ક્રાઉડેડ ઝોનમાં મોલ, મલ્ટિપ્લેકસ, ઓડિટોરિયમ અને મંદિર જેવાં સ્થળોને ગણવામાં આવે છે જયાં ૧૦૦થી વધારે લોકો એકત્રિત થતા હોય કે એવી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય. મહારાષ્ટ્ર સરકાર જ નહીં, હવે કેન્દ્ર સરકાર પણ નથી ઇચ્છતી કે કોરોનાને કન્ટ્રોલ કર્યા પછી એવી કોઇ ઘટના ઘટે જેમાં એકઝાટકે તમામ બંધનો તૂટી જાય. સેન્ટ્રલ ગવર્નમેન્ટની બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રીએ ઓલરેડી આ બાબતની જાણકારી ટીવી-ચેનલને કરી દીધી છે અને ટીવી-ચેનલ પણ હવે એ તૈયારીમાં લાગી ગઇ છે કે શૂટિંગ થઇને નવા એપિસોડ ન આવવાના હોય તો કેવી રીતે ટીવીને દોડતું રાખવું.

ઝી ટીવીએ ઓટીટી પ્લેટફોર્મ માટે બનાવેલો શો ચેનલ પર દેખાડવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે તો એક ચેનલ પોતાના શોનું ટાઇમ-ટેબલ ચેન્જ કરીને ફિલ્મો ઓનએર કરવાનું શેડયુલ બનાવી રહી છે, જયારે એક ચેનલે પોતાના શેડયુલમાં હોલીવુડ અને ટેલીવુડની ડબ ફિલ્મો ઓનએર કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે.

(11:31 am IST)