Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ પણ કોરોનાની ઝપેટમાં : થયા સેલ્ફ કવોરન્ટિન

તેલ અવીવ તા. ૩૧ : ઈઝરાયેલના પીએમ બેન્જિામન નેતન્યાહૂનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પછી તેઓ સેલ્ફ કવોરન્ટિન થયાં છે. બ્રિટિશ પીએમ બોરિસ જહોનસન પછી તેઓ બીજા એવા વડા છે. જેમનો કોરોના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

બ્રિટિશ પીએમ બોરિસ જહોનસન પહેલા પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે, હાલ તેઓ સ્વસ્થ છે. નેતન્યાહૂની ઓફિસ દ્વારા કહેવાયું છે કે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો અને પરિણામ આવ્યા પછી જયાં સુધી હેલ્થ મિનિસ્ટ્રી અને પર્સનલ ડોકટરથી કિલયરન્સ ન મળી જાય ત્યાં સુધી તેઓ કવોરન્ટિનમાં રહેશે. તેમના નજીકના સલાહકારોને પણ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.

ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં ૪૩૦૦થી વધારે લોકોમાં સંક્રમણ સામે આવ્યું છે. આ ઉપરાંત ૧૫ લોકોના મોત થયા છે. ઈઝરાયેલ તેવા દેશમાંથી છે. જેમણે પહેલા જ સાવધાનીના પગલા લેવાનું શરૂ કર્યું હતું. પીએમ નેતન્યાહૂએ દેશવાસીઓને પણ અપીલ કરી હતી કે આ પરિસ્થિતિમાં હાથ મિલાવવાની જગ્યાએ ભારતીય પરંપરા અનુસાર હાથ જોડીને અભિવાદન કરે.

(11:28 am IST)