Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ભારતમાં ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ નવા કેસ : ૪૦ના મોત : ૧૩૪૭ પોઝીટીવ કેસ

કેરળમાં બીજું મોત : મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર : કેરળ - યુપી - દિલ્હી સહિત ૨૦થી વધુ રાજ્યોમાં કોરોનાએ વેગ પકડયો

નવી દિલ્હી તા. ૩૧ : કોરોના વાયરસની ઝપેટમાં આવીને એક વૃદ્ઘએ જીવ ગુમાવ્યો છે. કેરળમાં પણ બીજુ મોત થયું છે. તિરૂવંતમપુરમ મેડિકલ કોલેજમાં એક ૬૮ વર્ષના વ્યકિતની સારવાર ચાલી રહી હતી. આજે તેનું મોત થયું છે. આ મોત બાદ દેશભરમાં કોરોના કારણે મૃત્યુ આંક વધીને ૩૯ થયો છે.

ઙ્ગદિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલ તબલીગી જમાતના મરકજનું કોરોના કનેકશન સામે આવ્યા બાદ હાહાકાર મચી ગયો છે. મરકજમાં રહેનાર ૨૦૦ લોકોને કોરોનાના શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. દિલ્હી સરકારે મર્કજના મૌલાના વિરુદ્ઘ એફઆઈઆર નોંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના પીડિતોની સંખ્યા ૧૩૦૦ને પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું પણ કહેવું છે કે આંકડા સતત વધી રહ્યા છે. પરંતુ સરકાર તૈયાર છે.ગભરાવાની જરૂર નથી. દરેક મંત્રાલય જવાબદારીઓને પૂર્ણ કરવામાં લાગ્યા છે.

ઙ્ગમહારાષ્ટ્રમાં ૨૪ કલાકની અંદર કોરોનાના નવા ૧૨ કેસની પુષ્ટિ બાદ રાજયમાં સંક્રમિતોની સંખ્યા ૨૧૬ થઈ ગઈ છે. નવા કેસ પુણેમાં પાંચ, મુંબઈમાં ત્રણ, નાગપુરમાં બે અને કોલ્હાપુર તેમજ નાસિકમાં એક-એક કેસ સામે આવ્યો છે. રાજયમાં અત્યારસુધીમાં ૧૦ લોકોના મોટ સંક્રમણના લીધે થયા છે. બીજીબાજુ મુંબઈ, પુણે, યવતમાલ, નાગપુર, ઔરંગાબાદ સહિત અન્ય સ્થળોના કુલ ૩૮ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. રાજયભરમાં ૧૭,૧૫૧ વ્યકિતને હોમ કોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮ લોકોનાં મોત થયાં છે. આ પછી, ગુજરાતમાં ૬, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં ત્રણ, રાજધાની દિલ્હીમાં બે, પશ્ચિમ બંગાળમાં બે, કેરળ, તેલંગાણા, તામિલનાડુ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં એક-એક મોત થયાં છે. તે જ સમયે, સ્વસથ થયેલા દર્દીઓની સંખ્યા વિશે વાત કરી રહ્યા છીએ, મહારાષ્ટ્રમાં ૨૫, કેરળમાં ૧૬, ઉત્તર પ્રદેશમાં ૧૧, હરિયાણામાં ૧૭, કર્ણાટકમાં ૫, દિલ્હીમાં ૬, તમિળનાડુમાં ૪, લદાખમાં ત્રણ, રાજસ્થાનમાં, હિમાચલમાં ત્રણ, ઉત્તરાખંડમાં બે, તેલંગાણા, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં એક-એક દર્દી સાજા થયા છે.

ઇટાલીમાં, કોરોના વાયરસથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે વડા પ્રધાન ગૂઈસેપ કોન્ટેએ લોકડાઉન ૧૨ એપ્રિલ સુધી વધાર્યું છે. ઇટાલીમાં, કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ૧૧૫૯૧ લોકોનાં મોત નીપજયાં છે. જો કે, હવે કોરોનાનો ચેપ દર ધીમે ધીમે ઘટતો જાય છે. સોમવારે વડા પ્રધાને કહ્યું કે પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવશે. તેમણે કહ્યું કે ત્રણ અઠવાડિયા સુધી ચાલતું બંધ આર્થિક રીતે ખૂબ મુશ્કેલ હતું.

વડા પ્રધાન કોન્ટેએ એક સ્પેનિશ અખબારને કહ્યું, 'લોકડાઉન લાંબા સમય સુધી ચાલવાની મંજૂરી આપી શકાતી નથી, અમે પ્રતિબંધોને હળવા કરવાના માર્ગો શોધી રહ્યા છીએ, પરંતુ તે ધીમે ધીમે દૂર કરવામાં આવશે.' બાદમાં, આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પર્ન્ઝાએ કહ્યું કે તમામ પ્રતિબંધો ઈસ્ટર એટલે કે ૧૨ એપ્રિલ સુધી લંબાવી શકાય છે. ઇટાલીમાં લોકડાઉન શુક્રવારે સમાપ્ત થાય છે.

કોરોના વાયરસથી દુનિયામાં અત્યાર સુધીમાં ૩૭૦૦૦થી વધારે લોકોના મોત થયા છે. જયારે સાડા સાત લાખ લોકો કોરોનાથી પીડિત છે. ઈટલીમાં સોમવારે કોરોના વાયરસથી ૮૧૨ લોકોનાં મોત થયા છે. જયારે સંક્રમિત લોકોની સંખ્યા ૧ લાખને પાર થઈ ગઈ છે.

ઈટલીનાં વહીવટીતંત્રને હવે આશા છેકે, કોરોના સંક્રમણદરમાં હવે ઘટાડો આવશે. નવા આંકડા દર્શાવે છે કે, હવે કોરોનાના સંક્રમણ દરમાં ઘટાડો આવી રહ્યો છે. ઈટલીમાં હવે રોજનું કોરોના સંક્રમણ ઘટીને ૪.૧ ટકા પર આવી ગયુ છે.

(11:25 am IST)