Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

દિલ્હીના મરકઝમાં પ્રવેશબંધી

એક જ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કોરોનાના શંકાસ્પદ સેંકડો લોકો મળ્યાની દેશની પ્રથમ ઘટના

મુંબઇ તા. ૩૧: દિલ્હીના મરકઝમાં બનેલી આ ઘટના બાદ તબ્લીગ જમાતના અમીર (વડા) મૌલવી સઅદ કાંધેલવીનો કોઇ સંપર્ક થયો નથી પરંતુ મરકઝમાં ર૦૦૦ જેટલા લોકોને અલગ-અલગ કરવા તંત્રએ અગાઉ સુચના આપી હતી પણ મરકઝે તે તરફ ધ્યાન આપ્યું ન હતું પરંતુ એ અરસામાં તામિલનાડુના એક વ્યકિતનું મોત થયું અને અન્ય લોકોની તબિયત લથડી જતા ગત શનિવારથી હલચલ મચી હતી.

જેમાં ડોકટરોએ પ્રાથમિક તપાસ કરતા સ્થળ ઉપર જ ૧૭પ લોકોને કોરોનાના શંકાસ્પદ કેસ ગણાવ્યા હતા અને તે પછી ૮૦ લોકોને બસ દ્વારા મધરાત્રે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

બીજી તરફ હજુ઼ પણ મરકઝમાં સેંકડો લોકો હોવાનું કહેવાય છે પણ આ વિસ્તાર સીલ કરી દેવાયો છે કેમકે એકજ વિસ્તારમાં કોરોના શંકાસ્પદ આટલા કેસ એક સાથે આવવાની દેશમાં આ પ્રથમ ઘટના છે.

જોકે મરકઝમાંથી પરત ફરેલા અનેક લોકોમાંથી ઘણા લોકો વિવિધ સ્થળે કોરોનાના શંકાસ્પદ જણાયા છે શુક્રવારે આંદામાન નિકોબારમાં જે ૬ દર્દી આવ્યા તે મરકઝથી કોલકતા થઇ મંગળવારે પોર્ટ બ્લેઅર પહોંચ્યા હતા, ગુરૂવારે શ્રીનગરમાં જે વૃદ્ધ મૃત્યુ પામેલ તે મરકઝથી દેવબંદ (ઉત્તર પ્રદેશ) ગયેલ અને ત્યાંથી ટ્રેન દ્વારા કાશ્મીર પહોંચેલ.

આંધ્ર પ્રદેશના કહોર વિસ્તારમાં કોરોના ગ્રસ્ત પર વર્ષીય વ્યકિત બહાર આવી તે પણ ઇજતેમામાંથી પરત આવેલો હતો. જેના લીધે જયાં સુધી નવી સુચના ન મળે ત્યાં સુધી મરકઝમાં પ્રવેશવાની મનાઇ આવી છે અને ગઇરાતના મરકઝ ખાલી કરી નખાયાનું જાણવા મળે છે.

આ વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજાી તબીબી ચકાસણી સૌની કરાઇ રહી છે ત્યારે એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ઇજતેમામાં કયા કયા વિસ્તારોમાંથી લોકોએ ભાગ લઇ પોતાના વિસ્તારોમાં પરત ફરી ગયા છે કેમકે, ચિંતાજનક બાબત એ છે કે, આ ઇજતેમામાં ભાગ લેવા માટે ઘણા લોકોએ પૂરા ભારતમાં પ્રવાસ કર્યો હતો. (૭.૧૧)

(11:22 am IST)