Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નિઝામુદ્દીનના મરકજ પરિસરને બંધ કરવાની આપવામાં આવી હતી નોટિસઃ દિલ્લી પોલિસ

છેલ્લા થોડા દિવસોમાં લગભગ 1500 લોકોને પાછા મોકલી દેવાયા હતા

નવી દિલ્હી : રાજધાની દિલ્લીના નિઝામુદ્દીન વિસ્તારથી લગભગ 200 લોકોને ઘણી હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા હતા. આમાંથી અમુક લોકોને કોરોના સંક્રમિત હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ દિલ્લી પોલિસે મસ્જિદની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધા. દિલ્લી સરકારે નિઝામુદ્દીન મરકજના મૌલાના સામે એફઆઈઆર નોંધવાના આદેશ આપી દીધા છે.  સમગ્ર મામલે હવે મરકજ તરફથી સફાઈ આપવામાં આવી છે.

  મરકજે સમગ્ર મામલે પોતાની સફાઈ આપી છે અને કહ્યુ છે કે 24 માર્ચે એસએચઓ હઝરતે નિઝામુદ્દીન પોલિસ સ્ટેશને મરકજ પરિસરને બંધ કરવાના નિર્દેશ આપીને એક નોટિસ જારી કરી હતી. 24 માર્ચે આનો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ કે મરકજને બંધ કરવાના નિર્દેશોનુ પાલન કરવામાં આવી રહ્યુ છે અને છેલ્લા થોડા દિવસોમાં લગભગ 1500 લોકોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. ત્યારબાદ મરકજમાં વિવિધ રાજ્યો અને દેશોના લગભગ 1000 વિઝિટર્સ બચી ગયા હતા.

(11:17 am IST)