Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના મહામારી સામે લડવા માટે ચીનની કંપની ઓપ્પોએ ૧ કરોડની આપી સહાય

નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ કોરોના વાયરસ સામેની જંગ લડવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રિલીફ ફંડ અને ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીના રિલીફ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કંપનીએ તેના પર કહ્યું છે કે, અમારુ આ નાનું પગલું આ મહામારીથી લડનાર અને લોકોને આપવામાં આવનારી સેવાઓમાં ઘણું કામનું સાબિત થશે.

 ઓપ્પોએ પોતાના યુઝર્સ માટે ઓનલાઈન રિપેરિંગ સેવાની પણ શરૂઆત કરી દીધી છે. આ સેવા દ્વ્રારા સાધારણ ટ્રબલશુટિંગ અને સોફ્ટવેરથી જોડાયેલ સમસ્યાઓને દુર કરી શકાશે. કંપનીનું કહેવું છે કે, આ સેવાથી લોકોને ઘણો ફાયદો થશે.

  કોરોના વાયરસના વધતા પ્રભાવને જોતા ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો, વિવો અને રિયલમીએ ગ્રેટર નોઇડામાં આવેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અસ્થાઈ રૂપથી બંધ કરી દીધા હતા. કંપનીઓએ પોત-પોતાના કર્મચારીઓને ઘરથી કામ કરવાનો આદેશ આપ્યો છે.

(11:03 am IST)