Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાઃ દેશમાં બીજુ ચરણઃ ત્રીજુ આવશે તો અનર્થઃ ૧ માણસની ચૂક પણ ભારે પડી શકે છે

નવી દિલ્હી, તા. ૩૧ :. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ચેતવણી આપતા કહ્યુ છે કે હાલના સમયમાં એક પણ બેદરકારી દેશને ભારે પડી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન લોકો લાપરવાહ બનશે તો આ લડાઈ ફેઈલ થઈ જશે.

તેમણે કહ્યુ છે કે આપણે સામાજિક અંતર જાળવવુ પડશે. એટલુ જ નહિ એક વ્યકિતની લાપરવાહીથી મહામારી ફેલાય શકે છે. જો લોકો દિશાનિર્દેશો મુજબ નહી ચાલે તો આપણે જે પણ પરિણામો મેળવ્યા છે તે નિષ્ફળ સાબિત થઈ જશે.

તેમણે કહ્યુ હતુ કે હાલ સ્થાનિક સંક્રમણનુ ચરણ છે, એટલે કે હજુ આપણે બીજા સ્ટેજમાં છીએ. જો તે સામુદાયીક પ્રસારના ચરણ સુધી પહોંચીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય તેનો સ્વીકાર કરશે અને તે અંગે દેશને જણાવશે.

(10:25 am IST)