Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મેરઠમાં એક જ પરિવારના કુલ 13 લોકોને કોરોના પોઝિટિવ: 35 લોકોના રિપોર્ટ બાકી છે. હજી દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આમ પરિવારમાં કુલ 13 લોકોને કોરોના સંક્રમણના દર્દીઓ છે.આવી સ્થિતિમાં હજી દર્દીઓની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના રિપોર્ટ આવ્યા છે. આ પરિવારના પાંચ લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. ત્યાર બાદ ચેન ઓફ ટ્રાન્સમિશનથી બાકીના લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.
         મેરઠમાં રવિવારે કોરોના વાયરસમાં એક જ પરિવારના 8 નવા દર્દીઓ મળ્યા હતા. મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) ડોક્ટર રાજકુમારના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ છે.
13 લોકો એક જ પરિવારના છે. હજી દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે. કારણ કે અવલોકનમાં લીધેલા 46 માંથી માત્ર 11ની જ તપાસ થઇ છે. 35ના રિપોર્ટ બાકી છે.
         મેરઠમાં કોરોના વાયરસના વધતા કેસોના કરાણે રાખીને સ્વાસ્થ્ય વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોના વાયરસ પીડિત દર્દીઓનો આંકડો વધી શકે છે.
         ઉલ્લેખનીય છે કે ખુર્ઝાનો રહેનારો વ્યક્તિ મહારાષ્ટ્રથી અમરાવતીથી મેરઠ પોતાની સાસરીયામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પત્ની અને ત્રણ સંબંધીઓને કોરોનાનું સંક્રમણ મળ્યુ હતું.

(12:00 am IST)