Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તેલંગાણામાં કોરોનાથી છ લોકોના મોતથી હાહાકાર : તમામ દિલ્હીના નિઝામુદીનમાં જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હતા

જમાતના કાર્યક્રમમાં ગયેલા તમામને આરોગ્ય કેન્દ્રમાં પહોંચવા સરકારનો નિર્દેશ : કેટલાય શંકમંદોની ઓળખ કરી હોસ્પિટલમાં લઇ જવાયા

દેશમાં કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે.ત્યારે તેલંગાણા સરકારે કોરોના વાયરસને કારણે નવા મોતનો ખુલાસો કર્યો છે. તેલંગાણા સરકારે કોરોના વાયરસથી 6 લોકોનાં મોત અંગે માહિતી આપી છે.

લંગાણા સરકારનું કહેવું છે કે દિલ્હીના નિઝામુદ્દીનમાં જમાત કાર્યક્રમમાં ભાગ લેનારા 6 લોકોનું મોત નીપજ્યું છે. સરકારે કહ્યું કે કોરોના વાયરસને કારણે તમામ 6 લોકોનાં મોત થયાં. તમામ 6 મૃતકો આ મહિને દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા

   સરકારે જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે આ 6 મોતમાંથી 2 ગાંધી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત એપોલો હોસ્પિટલમાં એક, ગ્લોબલ હોસ્પિટલમાં એક, નિઝામબાદમાં એક અને ગડવાલ જિલ્લામાં એકનું મોત નીપજ્યું હતું. સરકારે દિલ્હીની મુલાકાત લેતા તમામ લોકોને તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરી છે.

  સંબંધિત જિલ્લાઓના કલેક્ટરોની આગેવાની હેઠળની વિશેષ ટીમોએ આવા શકમંદોની ઓળખ કરી છે, જેમને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની સંભાવના છે અને તેમને હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ તેનું પરીક્ષણ કરવામાં આવે છે

(12:32 am IST)