Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ટીવીએસ દ્વારા પીએમ રિલીફ ફંડમાં જંગી ૨૫ કરોડ અપાયા

કોરોના સામે લડાઇમાં ટીવીએસની મોટી મદદ : બનતી તમામ મદદ કરવા ટીવીેએસ દ્વારા જાહેરાત કરાઇ

અમદાવાદ,તા. ૩૦  ટીવીએસ મોટર કંપની દ્વારા કોવિડ-૧૯ રોગચાળા સામેની લડાઈ માટે પ્રધાનમંત્રીના રાહત ભંડોળ (પીએમ-કેર્સ)માં રૂ. ૨૫ કરોડનું દાન કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી  હતી. કંપની ટીવીએસ ક્રેડિટ સર્વિસીસ લિમિટેડ, સુંદરમ ક્લેટન લિમિટેડ અને અન્ય જુદી જુદી ગ્રૂપ કંપનીઓ તરફથી પ્રદાન કરી રહી છે. કોરોના વાઇસરની મહામારી સામેની લડાઇમાં સરકારની સાથે આર્થિક સહયોગ આપવાના ભાગરૂપે ટીવીએસ મોટર દ્વારા રૂ.૨૫ કરોડનું દાન આપવાનો નિર્ણય લેવાયો છે. ટીવીએસ મોટર કંપની દ્વારા આ મહત્વની જાહેરાત કરતાં જણાવાયું હતું કે, સમૃદ્ધ અને સ્થાયી સમુદાયોને સુનિશ્ચિત કરવા આ કંપનીનાં સતત પ્રયાસોને અનુરૂપ છે.

            ટીવીએસ મોટર ગ્રુપની સીએસઆર કામગીરી કરતી સંસ્થા શ્રીનિવાસ સર્વિસીસ ટ્રસ્ટ (એસએસટી) દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ ઉપરાંત આ પ્રદાન છે. ટીવીએસ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ રોગચાળો આધુનિક ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના છે અને આ લડાઈ જીતવા શ્રેષ્ઠ માનવતા દાખવવાની જરૂર પડશે. અમે આ લડાઈ લડવા માટે સરકારનાં દ્રઢ સંકલ્પ અને કામગીરીની પ્રશંસા કરીએ છીએ. અત્યારે અગાઉ કરતાં સૌથી વધુ આપણે તમામે સાથસહકાર દાખવવાની અને એક દેશ તરીકે એકબીજાને મદદ કરવાની જરૂર છે. એસએસટી માસ્ક જેવી સપોર્ટિવ સાધનસામગ્રીના ઉત્પાદન અને પુરવઠાથી લઈને વિવિધ પગલાં લઈ રહી છે, જેમાં હેલ્થકેર વર્કર્સ અને પોલીસ અધિકારીઓને ભોજન આપવાની સુવિધા સામેલ છે. કંપની પોતાના તરફથી કોરોના વાઇરસની મહામારી સામેની આ લડાઇમાં શકય તમામ મદદ કરવા તત્પર રહેશે.

(12:00 am IST)