Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં : અત્યાર સુધીમાં 468 દર્દી : 55 દર્દીની સારવાર સફળ : 2 ના મોત : લોકડાઉનનો ભંગ કરનારને 50 હજાર દિરહામ સુધીનો દંડ

દુબઇ : સમગ્ર વિશ્વમાં કોરોનના કહેર વચ્ચે સહેલાણીઓના લોકપ્રિય શહેર દુબઈમાં પરિસ્થિતિ એકંદરે નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 468 છે.જેમાંથી 55 દર્દીની સારવાર સફળ નીવડી છે.જયારે 2 ના મોત થયા છે.
લોકડાઉન દરમિયાન પ્રજાજનોને જીવન જરૂરી ચીજો ઘેરબેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હોવાથી મોલમાં ભીડ નથી તેમજ સહેલાઈથી દૂધ ,શાકભાજી સહિતની વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકો સ્વૈચ્છિક પણે 26 થી 29 માર્ચ દરમિયાન લાદવામાં આવેલા  લોકડાઉનને સહકાર આપતા જોવા મળ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)