Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

PNB કૌભાંડ: CBI દ્વારા તપાસ કરવામાં આવી રહેલા બેંક ખાતાઓ માટે નીરવ મોદીના બનેવીને "ઓથોરિટી પત્રો" રજૂ કરવા સુપ્રીમ કોર્ટની સૂચના

ન્યુદિલ્હી :સુપ્રીમ કોર્ટે નીરવ મોદીના બનેવી માનક મહેતાને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને પંજાબ નેશનલ બેંક (PNB)ના સંબંધમાં CBI દ્વારા તપાસ કરવામાં આવી રહેલા બેંક ખાતાઓ માટે "ઓથોરિટી પત્રો" પ્રદાન કરવા જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલો લિસ્ટ કરવામાં આવ્યો હતો. મહેતાને હોંગકોંગમાં તેમના ઘરે જવા દેવાના બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. મહેતા બ્રિટિશ નાગરિક છે અને તેમના પરિવાર સાથે હોંગકોંગમાં રહે છે. તે 8 સપ્ટેમ્બર, 2021 ના રોજ ભારત પાછા ફર્યા અને મુંબઈની કોર્ટમાં તેની પ્રથમ હાજરી આપી.
 

થોડા મહિનાઓ પછી, મહેતાએ કહ્યું કે તેણે હોંગકોંગમાં ઘરે પાછા જવું પડશે અને તેના પરિવાર, જેમાં પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થાય છે, તેને તેની જરૂર છે. મહેતાને ઘરે જવા દેવામાં આવ્યા. CBI અને ED બંને નીરવ મોદી વિરુદ્ધ પંજાબ નેશનલ બેંક કેસની તપાસ કરી રહ્યા છે અને આ મામલે ચાર્જશીટ દાખલ કરી છે.તેવું  એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:54 pm IST)