Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે પેશાબ કાંડ પર લીધો નિર્ણયઃ ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રા બોન્ડની શરત પર આપી જામીન

- એક લાખ રૂપિયાનાં બોન્ડનાં આધાર પર મળી જામીનઃ આરોપી શંકર મિશ્રાને પેશાબ કાંડ માટે જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

નવી દિલ્‍હીઃ  એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાનાં આરોપી શંકર મિશ્રાને કોર્ટથી મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટથી શંકર મિશ્રાને જામીન આપવામાં આવી છે.

સોમવારે જામીનની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટ પોતાના નિર્ણય પર અડગ રહી હતી. હવે દિલ્હીની પટિયાલા હાઉસે કોર્ટને મંગળવારે આ મામલાનાં આરોપી શંકર મિશ્રાને જામીન આપી છે સાથે જ આરોપીને કોર્ટે એક લાખ રૂપિયાનાં દંડ ફટકારેલ છે.

આરોપી શંકર મિશ્રાને પેશાબ કાંડ માટે જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જેમાં આજે કોર્ટે તેને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપી છે. દિલ્હી પટિયાલા કોર્ટે બોન્ડની શરત પર આરોપીને મુક્ત કરેલ છે.

(8:39 pm IST)